ગુજરાતટ્રેન્ડિંગમનોરંજન

પહેલી ગુજરાતી ફિલ્મ AI જનરેટેડ બનશે: ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું

નવી દિલ્હીઃ 12 જુલાઈ, 2025: ટેકનોલોજી અપનાવવામાં ભારતીયો સૌથી આગળ છે. જ્યારે આખી દુનિયા AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા વિવિધ કાર્યો કરવામાં વ્યસ્ત છે, ત્યારે ભારતીયોએ AI દ્વારા એક સંપૂર્ણ ફિલ્મ બનાવી છે. આ વિશ્વની પહેલી AI જનરેટ કરેલી ફિલ્મ છે.

ફિલ્મ 2025ના અંત સુધીમાં રિલીઝ થશે. ફિલ્મની વાર્તા, સ્ક્રીનપ્લે તથા મ્યૂઝિક સિવાય વિઝ્યુઅલ્સ તથા વીડિયો AI જનરેટેડ છે. ગોસ્ક્રિપ્ટોનો પોતાનું વિઝ્યુલ કન્ટેન્ટ એન્જિન Go2V છે. ‘ધ ઇસ્કોન બ્રિજ’નું ડિરેક્શન ને રાઇટિંગ ચેતન ચૌહાણે કર્યું છે. કુનાલ શાહ ફિલ્મમાં AI ક્રિએટિવ ડિરેક્ટર છે ને સંગીત વિવેક છેત્રીનું છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે.

મુહૂર્તના દિવસે ડિરેક્ટર ચેતન ચૌહાણે જણાવ્યું, ‘અમારી પાસે હિંદી ભાષાનો વિકલ્પ હતો પણ ગુજરાતી આપણી ભાષા હોવાથી પોતાના લોકો માટે આ ગૌરવની ક્ષણ આપવી હતી એટલે જ અમે ગુજરાતીમાં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું.’ ક્રિએટિવ ડિરેક્ટર કુનાલ શાહે ઉમેર્યું, ‘AI અવતારો ફિલ્મમાં એટલું સરસ ગુજરાતી બોલે છે કે ચાહકોને સાંભળીને નવાઈ લાગશે. ફિલ્મની વાર્તા પણ બહુ જ રસપ્રદ છે, જે પેરાનોર્મલ થ્રિલર છે. અમને વિશ્વાસ છે કે થિયેટરમાં દર્શકોને આ ફિલ્મ ધમાકેદાર અનુભવ અપાવશે.’

આ પણ વાંચો: વન ડે બાદ હવે ટેસ્ટમાં ધમાલ મચાવશે વૈભવ સૂર્યવંશી, આજથી શરુ થશે ટેસ્ટ સિરીઝ, જાણો કઈ રીતે જોઈ શકશો આ મેચ?

Back to top button