આંતરરાષ્ટ્રીયગુજરાતટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ટ્રમ્પના ટેરિફ અને H-1B વિઝા નિયમથી ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓનો થયો મોહભંગ, માત્ર આટલા વિદ્યાર્થીએ જ લીધું એડમિશન

વોશિંગ્ટન ડીસી, તા. 9 ઓક્ટોબર, 2025: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝાની ફીમાં વધારો કર્યો છે, જેના કારણે વિદેશોમાં ખળભળાટ મચી ગયો છે. તેની સૌથી મોટી અસર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર પડી છે. સરકારી આંકડાઓ અનુસાર, આ વર્ષે ઓગસ્ટ સુધીમાં અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં 19 ટકા ઓછી રહી છે. કોવિડ પછી અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના આગમનમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે.

આ ઘટાડાના મુખ્ય કારણોમાં ટ્રમ્પ સરકાર દ્વારા વિઝા પ્રક્રિયાને ધીમી પાડવી, 19 દેશો પર મુસાફરી પ્રતિબંધ લગાવવો, કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અમેરિકા છોડવાની ચેતવણી આપવી અને સ્ટુડન્ટ વિઝાની અરજીઓની સખત તપાસ શરૂ કરવી વગેરેનો સમાવેશ થાય છે.

મોટાભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓગસ્ટમાં અમેરિકા આવે છે. જે પાછળનું કારણ તેઓ તેમના શૈક્ષણિક કાર્યક્રમની શરૂઆતથી 30 દિવસ પહેલા દેશમાં પ્રવેશ કરી શકતા નથી. સરકારી ડેટા અનુસાર, વિશ્વના અન્ય કોઈપણ દેશની તુલનામાં અમેરિકામાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ (લગભગ 13 લાખ) આવે છે. આ પૈકી 70 ટકાથી વધુ વિદ્યાર્થીઓ એશિયામાંથી આવે છે. આ વર્ષે ઓગસ્ટમાં એશિયન વિદ્યાર્થીઓની સંખ્યામાં 24 ટકાનો ઘટાડો નોંધાયો છે. લગભગ ત્રણમાંથી એક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી ભારતમાંથી આવે છે, પરંતુ આ વર્ષે ઓગસ્ટમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 44 ટકાનો મોટો ઘટાડો થયો છે. દર પાંચમાંથી એક વિદ્યાર્થી ચીનમાંથી છે, અને ચીની વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

H-1B વિઝા ફીમાં વધારાને કારણે અમેરિકાની યુનિવર્સિટીઓ અને કોલેજો પર ગંભીર અસર પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે નવા H-1B વિઝા માટે એક લાખ ડોલર ફીની જાહેરાત કરી છે. આ નિયમની અસર ટેક અને નાણાકીય કંપનીઓ પર તો પડશે જ, સાથે સાથે તે અમેરિકાની શૈક્ષણિક સંસ્થાઓ અને વર્ગખંડોમાં પણ જોવા મળશે, કારણ કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ યુનિવર્સિટીઓની આવકનો મોટો સ્ત્રોત છે.

શું છે H-1B વિઝા?

H-1B વિઝા એ અમેરિકાનો એક નોન-રેસિડેન્શિયલ વિઝા છે, જે ત્યાંની કંપનીઓને ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેડિકલ, ફાઇનાન્સ અને એજ્યુકેશન જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં વિદેશી કર્મચારીઓને નોકરી આપવાની મંજૂરી આપે છે. ટ્રમ્પના નવા નિયમ મુજબ, હવે દરેક H-1B વિઝાની અરજી પર અમેરિકન કંપનીઓએ એક લાખ ડોલર ફી ચૂકવવી પડશે.

આ પણ વાંચોઃ દરિયા કિનારો બન્યો નરાધમોનું નિશાન! ઉના નજીક આધેડ મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરનારા આરોપીઓ ઝડપાયા

Back to top button