ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ભારતીય શેરબજારમાં પાછી ફરી રોનક: સેન્સેક્સ 769 ઉછળીને થયો બંધ

નવી દિલ્હી, 3 મે 2025: ભારતીય શેરબજારમાં ગઈકાલે ઘટાડો નોંધાયો હતો, પરંતુ આજે (શુક્રવારે) બજારમાં શાનદાર તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યા હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 769 પોઈન્ટના વધારા સાથે 81,721.08ની સપાટીએ બંધ થયો, જ્યારે નિફ્ટી 243 પોઈન્ટના વધારા સાથે 24,853.15ના સ્તરે બંધ થયો હતો.

બેંક નિફ્ટીમાં પણ આજે શાનદાર તેજી જોવા મળી હતી, બેંક નિફ્ટી પણ 456.95 પોઈન્ટના ઉછાળા સાથે 55,398.25ના સ્તરે બંધ થયો હતો. આજે RIL, HDFC Bank, ICICI Bank અને SBI જેવા શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. BSEના ટોપ 30 શેરમાંથી 28 શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સૌથી વધુ ઉછાળો ITC કંપનીના શેરમાં હતો. આ શેર લગભગ 3 ટકા ઉછળીને કારોબાર કરી રહ્યો હતો. આ ઉપરાંત Zomato, ઇન્ફોસિસ, પાવરગ્રિડના શેરમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે Sunpharmaના શેરમાં લગભગ 3 ટકાનો ઘટાડો થયો હતો. ટાટા મોટર્સના શેરમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો.

અમેરિકા પર તોળાઈ રહેલું દેવાંના સંકટના કારણે ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો છે. યુએસ યીલ્ડ પણ વધી છે. પરિણામે આઈટી અને ટેક્નોલોજી સેક્ટરમાં કમાણી વધવાના અંદાજ સાથે શેર્સ ઉછળ્યા છે. આઈટી અને ટેક્નોલોજી ઈન્ડેક્સ આજે 1 ટકાથી વધુ ઉછાળે કારોબાર થઈ રહ્યા છે. ઈન્ફોસિસ, એચસીએલ ટેક્, ટેક્ મહિન્દ્રાના શેર્સમાં 2 ટકાનો ઉછાળો નોંધાયો છે. ટીસીએસ પણ 1.21 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ કરણ જોહરના રિયાલિટી શો ધ ટ્રેઈટર્સનું ટીઝર રિલીઝ: 20 સેલેબ્સ OTT પર છેતરપિંડીનો રમશે ખેલ

Back to top button