ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

મહિલા સશક્તિકરણ દ્વારા જ ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બનશે: UNમાં રૂચિરા કંબોજ

  • UNમાં ભારતીય મિશન દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ન્યુયોર્ક, 20 માર્ચ: ભારતમાં મહિલા સશક્તિકરણ અંગે ઘણા મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે પણ આ વાત કહી છે. તેમણે સમજાવ્યું કે, સમાજમાં જાતિય ન્યાય કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય. યુએનમાં ભારતીય મિશન દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ભારતીય પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું કે, ભારત 2047 સુધીમાં વિકસિત દેશ થશે અને આ મહિલા સશક્તિકરણ દ્વારા જ શક્ય બનશે.

 

UNમાં ભારતીય પ્રતિનિધિ રૂચિરા કંબોજે બીજું શું કહ્યું?

કાર્યક્રમ દરમિયાન UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે જણાવ્યું હતું કે, મહિલાઓ માટે બહુપક્ષીય વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં સ્વાસ્થ્ય, સુરક્ષા અને રોજગાર ક્ષેત્રે મહિલાઓને સશક્ત બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. આ પહેલ લિંગ ન્યાય, સમાનતા અને ભારતના સામાજિક-આર્થિક-રાજકીય તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીને સુનિશ્ચિત કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્રમાં મહિલાઓની સ્થિતિ પર 68મી વાર્ષિક બેઠક 11 માર્ચથી શરૂ થઈ, જે 22 માર્ચ સુધી ચાલશે. આ બેઠક દરમિયાન ભારતીય મિશન દ્વારા ભારતમાં મહિલા સશક્તિકરણ માટે લેવામાં આવી રહેલા પગલાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ જી-20માં આ વાત કહી હતી

G20ના પ્રમુખપદ દરમિયાન પણ પીએમ મોદીએ પણ કહ્યું હતું કે, મહિલા સશક્તિકરણનો નવો યુગ શરૂ થઈ રહ્યો છે. તાજેતરમાં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ધાર્મિક આતંકવાદની આકરી નિંદા કરી હતી. ભારતના સંયુક્ત પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું હતું કે, “યહૂદી વિરોધી, ખ્રિસ્તી વિરોધી અથવા ઇસ્લામ વિરોધી ભાવના હોય, ભારત તે બધાની વિરુદ્ધ છે.”

રૂચિરા કંબોજે મંદિરો અને ગુરુદ્વારા પરના હુમલા પર પણ વાત કરી

તેમણે કહ્યું કે, “હિન્દુ, શીખ અને બૌદ્ધ વિરોધી ભાવનાઓ વધી છે અને ઘણી જગ્યાએ મઠો, મંદિરો અને ગુરુદ્વારા પર હુમલા થઈ રહ્યા છે.” રૂચિરા કંબોજે ઈસ્લામોફોબિયા સામે લડવાના ઉપાયો અંગેના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, “ભારત તમામ ધર્મોનું સન્માન કરે છે અને સમગ્ર વિશ્વને પરિવારના દૃષ્ટિકોણથી જુએ છે.”

આ પણ જુઓ: શેરબજારમાં ઘટાડાનાં કારણો શું છે, તમે તમારી ટ્રેડિંગ સ્ટ્રેટેજી કેવી રીતે બનાવશો?

Back to top button