IND vs ENG: ટીમ ઈંડિયાની હાર બાદ સચિન તેંડુલકરનું રિએક્શન આવ્યું, જાડેજા-બુમરાહ-સિરાજ માટે કહી આ વાત

India vs England 3rd Test: ટીમ ઈંડિયાને લોર્ડ્સ ટેસ્ટમાં 22 રને હારનો સામનો કરવો પડ્યો છે. તેની સાથે જ ટીમ ઈંડિયા હવે આ સિરીઝમાં પાછળ રહી ગઈ છે. જીત સાથે ઈંગ્લેન્ડે 5 મેચોની ટેસ્ટ સિરીઝમાં 2-1ની લીડ મેળવી છે. લોર્ડ્સમાં પાંચમા દિવસે ટીમ ઈંડિયાને જીતવા માટે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે રવીન્દ્ર જાડેજા સાથે ઈંગ્લેન્ડના બોલર્સને બરાબરની લડત આપી, પણ છેલ્લે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો. તો વળી લોર્ડ્સમાં મળેલી હાર બાદ પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની પ્રતિક્રિયા સામે આવી છે.
જાડેજા, બુમરાહ અને સિરાજ માટે તેંડુલકરે કહી આ વાત
લોર્ડ્સના પાંચમા દિવસે જેવી રીતે રવીન્દ્ર જાડેજા, બુમરાહ અને સિરાજે બેટિંગ કરી, તેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. તો વળી ટીમ ઈંડિયાની હાર બાદ સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું કે, “ઈતના કરીબ, ફિર ભી ઈતના દૂર જાડેજા, બુમરાહ ઔર સિરાજને અંત તક સંઘર્ષ કિયા. બહુત બઢિયા પ્રયાસ, ટીમ ઈંડિયા. ઈંગ્લેંડને દબાવ બનાએ રખને કે લિયે અચ્છા ખેલા ઔર કડી મહેનત સે મિલી જીત કે લિયે બધાઈ.”
ONE OF THE MOST HEARTBREAKING DEFEATS FOR INDIA. 💔 pic.twitter.com/0MF39tEHiD
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2025
રવિન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરતા 61 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 181 બોલનો સામનો કર્યો. જસપ્રીત બુમરાહે 54 બોલમાં 5 રન બનાવ્યા, આ સિવાય મોહમ્મદ સિરાજે 30 બોલનો સામનો કરીને 4 રન બનાવ્યા હતા.
બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાને મેચ જીતવા માટે 193 રનનો લક્ષ્યાંક હતો, પરંતુ ભારતીય ટીમ 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી બોલિંગ કરતા કેપ્ટન બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરે 3-3 વિકેટ લીધી. બ્રાઇડન કાર્સે 2 વિકેટ અને ક્રિસ વોક્સ-શોએબ બશીરે 1-1 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: કર્ણાટકના જંગલોમાંથી મળી આવેલી રશિયન મહિલાનો ચોંકાવનારો દાવો, અમે પ્રકૃતિપ્રેમી છીએ, અમે ખુશ હતા












