આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝવર્લ્ડ

India-US Trade Deal : ભારત-અમેરિકા કરાર અંગે મોટા સમાચાર, ટૂંક સમયમાં ડીલ થશે ફાઈનલ!

India-US Trade Deal : ભારત-અમેરિકા વેપાર કરાર અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ફેબ્રુઆરી 2025માં ભારત-અમેરિકા વેપાર કરાર પર વાટાઘાટો શરૂ થયા પછી, યુએસ વેપાર પ્રતિનિધિ જેમ્સન ગ્રીર આ સપ્તાહ ભારતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અન્ય વરિષ્ઠ સનદી અધિકારીઓ સાથે મુલાકાત કરશે.

બંન્ને દેશ અમેરિકા-ભારત દ્વિપક્ષીય વેપાર કરાર હેઠળ અંતરિમ વેપાર કરાર અને સંયુક્ત નિવેદન પર વાતચિત કરશે. સાથે જ ભારત અને અમેરિકા વચ્ચે કરારને આગળ વધારશે. 21 જૂનના અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ (USTR) કાર્યાલય તરફથી આ અંગે માહિતી આપવામાં આવી છે. સાથે જ ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગે જાણકારી આપી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ભારત અને અમેરિકાની વચ્ચે આ કરાર પર અપડેટ ત્યારે આવ્યું જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 13 ફેબ્રુઆરી 2025ના થયેલી બેઠક બાદ, કરારને લઈને વાતચીત આગળ વધારવા માટે થઈ રહ્યો છે. આ બેઠક હેઠળ ડીલ પર વિસ્તારથી આગળની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે.

આ કારણે બેઠક છે મહત્વપૂર્ણ

 

ભારત અને અમેરિકા એક-બીજાના પ્રમુખ વેપારી ભાગીદાર છે. કેટલાક વર્ષોમાં બંન્ને દેશો વચ્ચે વેપારનો આંકડો 190 અરબ ડોલરથી વધુ પહોંચ્યો છે. બંન્ને સરકારેઓ આવનાર વર્ષોમાં વેપારને વધારવાની ઈચ્છા દર્શાવી છે. આ કારણ જેમિસન ગ્રીરની બેઠકને મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે આ વેપાર વાર્તાની દિશાનો સંકેત મળી શકે છે.

અત્યાર સુધી શું થયું આ કરાર પર ?

 

ભારત અને અમેરિકા વચ્ચે અંતરિમ વેપાર કરારની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હજી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતિને લઈને વાતચીત પૂરી થઈ નથી. આ કરાર પર બંન્ને પક્ષો સતત વાતચીત કરી રહ્યા છે, ટૂંક સમયમાં આ કરાર પર ફાઈનલ મહોર લાગી શકે છે. ત્યાં જ ભારત અમેરિકાથી ટેરિફને વધુ ઘટાડવાની માંગ કરવામાં આવી શકે છે જ્યારે અમેરિકા ભારતથી સહમતિના કેટલાક પ્રોડક્ટ્સને પરવાનગી આપવાની માગ કરી રહ્યું છે.

આ પણ વાંચો :  RILથી Tata Motors સુધી, આજે રોકાણકારોના ફોકસમાં આ સ્ટોક્સ

Back to top button