RILથી Tata Motors સુધી, આજે રોકાણકારોના ફોકસમાં આ સ્ટોક્સ

stocks are in the focus of investors: આજે શેરબજારમાં અનેક મોટી કંપનીઓના શેરોમાં જોરદાર હલચલ જોવા મળી શકે છે. Reliance Industries, Bharat Forge, Rail Vikas Nigam, Tata Motors સહિતની કંપનીઓએ મોટા ઓર્ડર, IPO અને બિઝનેસ અપડેટ્સ અંગે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે, જેના કારણે રોકાણકારોની નજર આજે આ સ્ટોક્સ પર રહેશે.
Reliance Industries (RIL)
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ યુનિટ Jio Platformsએ IPO માટે SEBI પાસે DRHP ફાઇલ કર્યું છે. કંપની 27 કરોડ નવા શેર ઇશ્યૂ કરવાની તૈયારીમાં છે. આ સમાચાર બાદ આજે RILના શેરોમાં ચળવળ જોવા મળી શકે છે.
Bharat Forge
ભારત ફોર્જે રક્ષા મંત્રાલય સાથે 425 કરોડ રૂપિયાની મોટી ડીલ સાઇન કરી છે. કંપની ભારતીય નૌસેનાના કોલકાતા-ક્લાસ યુદ્ધજહાજો માટે ગેસ ટર્બાઇન જનરેટર સપ્લાય કરશે. ડિફેન્સ સેક્ટરના આ મોટા ઓર્ડરથી શેરમાં ખરીદીનો માહોલ બની શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
Kirloskar Oil Engines
કંપનીને HyperNext તરફથી AI આધારિત ડેટા સેન્ટર્સ માટે 96 યુનિટ્સના Optiprime Dual Core Power Systemsનો મોટો ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેક્ટની કુલ ક્ષમતા 192 MW હોવાનું જણાવાયું છે.
Rail Vikas Nigam (RVNL)
RVNLને NMDC તરફથી અંદાજે 2977 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ વિશાખાપટ્ટનમમાં બફર સ્ટોકપાઇલ અને બ્લેન્ડિંગ યાર્ડ તૈયાર કરવામાં આવશે.
Patanjali Foods
કેરળના કન્નુર જિલ્લામાં પતંજલિ જ્વાર લોટના એક ખાસ બેચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી તપાસમાં તેમાં Chlorpyriphos નામના કીટનાશકનું પ્રમાણ નિર્ધારિત મર્યાદાથી વધુ મળ્યું હતું.
Sun Pharmaceuticals
Sun Pharma લગભગ 271.2 કરોડ રૂપિયામાં Innovcare Lifesciencesનું 100 ટકા એક્વિઝિશન કરવા જઈ રહી છે. આ ડીલ બાદ કંપનીના ફાર્મા બિઝનેસને વધુ મજબૂતી મળશે.
UCO Bank
કેન્દ્ર સરકારે UCO Bankના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજેન્દ્ર કુમાર સાબૂને મેનેજિંગ ડિરેક્ટર અને CEOનો વધારાનો ચાર્જ સોંપ્યો છે. તેમની નિમણૂક 31 ઓગસ્ટ 2026 સુધી અમલમાં રહેશે.
Nestle India
Nestle Indiaના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક 3 જુલાઈએ યોજાશે, જેમાં સ્પેશિયલ ડિવિડન્ડ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. કંપનીએ 10 જુલાઈને રેકોર્ડ ડેટ જાહેર કરી છે.
Garden Reach Shipbuilders and Engineers
કંપનીને Navratna દરજ્જો આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય બાદ કંપનીના શેરોમાં ખાસ ચળવળ જોવા મળી શકે છે.
Tata Motors Commercial Vehicle
Tata Motorsને 3400થી વધુ Electric Commercial Vehiclesના ઓર્ડર મળ્યા છે, જેમાં ટ્રક, બસ અને પિકઅપ વાહનોનો સમાવેશ થાય છે. આ ઓર્ડર ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરીમાં મોટી એક્શન, હવે કોઈ સેવાદાર નહીં કરી શકે સેવા












