ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

અમેરિકા સાથે વેપાર કરારમાં સાવધાની જરૂરીઃ રઘુરામ રાજન

નવી દિલ્હી, 19 જુલાઇ, 2025: અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સોદાની લાંબા સમયથી પ્રતીક્ષા કરવામાં આવી રહી છે ત્યારે આવો કરાર કરવામાં ભારતે ખાસ કરીને કૃષિ ક્ષેત્રના સંદર્ભમાં અત્યંત સાવધાની વર્તવી જરૂરી છે એમ રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરાજને કહેતા ઉમેર્યું છે કે આ ક્ષેત્રને વિકસિત દેશો દ્વારા જંગી સબસિડી આપવામાં આવે છે.

તેમણે કહ્યુ કે ભારતનો હાલમા વિકાસદર 6થી 7 ટકાનો છે ત્યારે પ્રવર્તમા વૈશ્વિક અનિશ્ચિતતાઓથી  ભારતીય અર્થતંત્ર પર આંશિક અસર થઇ શકે છે. આ સંજોગોમાં  કૃષિ જેવા ક્ષેત્રોમાં વેપાર સોદાની વાટાઘાટો ઘણી મુશ્કેલ બની શકે છે. દરેક દેશ પોતાના ખેડૂતોને જંગી સબસિડી આપે છે. આપણા ખેડૂતોને પણ સબસિડી મળે છે, પરંતુ તે એકંદરે ઓછી હોય છે. આવી સ્થિતિમાં આપણા દેશમાં કૃષિ ઉત્પાદનોનો અનિયંત્રીત પ્રવાહ ઘરઆંગણે ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે તેમ મારું માનવુ છે.

નોંધનીય છે કે ભારતીય ટીમ અમેરિકા સાથે સૂચિત દ્વિપક્ષીય વેપાર કરાર (બીટીએ) માટે ચર્ચાના પાંચમા તબક્કા માટે વોશિંગ્ટન પહોંચી હતી. અગ્રણી અર્થશાસ્ત્રીએ સવાલ કર્યો હતો કે, શું આપણે વિકસિત દેશો તરફથી કૃષિ ક્ષેત્રમાં વધુ વિદેશી રોકાણને પ્રોત્સાહન આપી શકીશું? અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકાએ ઈન્ડોનેશિયા સાથે કરાર કરી લીધો છે. ભારત સાથે પણ આ જ લાઈનમાં કરાર થવાના છે. ટ્રમ્પે અમેરિકાને ભારતના કૃષિ ક્ષેત્રમાં પ્રવેશ મળવાના સંકેતો આપ્યા છે. જોકે, કૃષિ ક્ષેત્રમાં અમેરિકાને પ્રવેશ આપવાથી ભારતમાં સરકાર માટે રાજકીય વિવાદનો મુદ્દો બની શકે છે.

વધુમાં નવી દિલ્હીએ હજુ સુધી કોઈપણ દેશ સાથે દ્વિપક્ષીય વેપાર કરતી વખતે ડેરી સેક્ટરમાં કોઈને પણ છૂટછાટ આપી નથી ત્યારે રાજને ઉમેર્યુ હતુ કે વેપાર સોદા  અંગેની તંગદિલી બંને દેશો માટે નિકાસ તેમજ રોકાણ માટે નકારાત્મક છે. તેમણે કહ્યું કે, અમેરિકા ભારતની સરખામણીમાં ચીન અને એશિયાના અન્ય દેશ ઉપર આકરા ટેરિફ નાંખે તો ભારત માટે કેટલાક ઉત્પાદનો દેશમાં ખેંચી લાવવાની તક સર્જાઈ શકે છે.

આ પણ વાંચોઃ ઓગસ્ટ મહિનો આ પાંચ રાશિઓ માટે શુભ રહેશે, મળશે પોઝિટિવ રિઝલ્ટ

Back to top button