સાવધાન: હવે સમોસા-જલેબી પર સરકાર ચેતવણી જાહેર કરશે, નાશ્તો કરવા જશો ત્યાં આવા બોર્ડ લાગેલા જોવા મળશે

India Food Warning Labels: જરાં વિચારો કે તમે ઓફિસની કેન્ટીનમાં ચા સાથે ગરમાગરમ સોમાસા ખાવા જઈ રહ્યા હોવ અને તેની બાજુમાં એક બોર્ડ લાગેલું હોય, જે બતાવતું હોય કે તેમાં કેટલું ફેટ અને તેલ છે. જી હાં, એ દિવસો હવે બહુ દૂર નથી, જ્યારે સરકાર આપના મનપસંદ નાશ્તા વિશે આવી ચેતવણી આપશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે એક મોટું પગલું ભરતા દેશની તમામ મોટી સરકારી સંસ્થાઓ, જેવી કે AIIMS નાગપુરને આ નિર્દેશ આપ્યા છે કે તે પોતાની કેન્ટીનમાં અને કેફેટેરિયામાં ઓયલ અને શુગર બોર્ડ લગાવે. આ બોર્ડ પર સ્પષ્ટ લખ્યું હશે કે આપના સમોસા, જલેબી, પકોડા અથવા વડાપાવમાં કેટલી શુગર અને કેટલું ફેટ છૂપાયેલું છે.
જંક ફૂડ હવે સિગારેટ જેટલું જ ખતરનાક
આ પગલાને જંક ફૂડ સામે મોટી લડાઈની શરૂઆત માનવામાં આવી રહી છે. જેમ સિગારેટના પેકેટ પર ચેતવણી લખેલી હોય છે, તેમ હવે બિનઆરોગ્યપ્રદ ખોરાક પર પણ ચેતવણી બોર્ડ હશે. આરોગ્ય નિષ્ણાતો તો એમ પણ કહે છે કે “શુગર અને ટ્રાન્સ ફેટ આજના જમાનાની નવી તમાકુ છે.” લોકોને એ જાણવાનો પૂરો અધિકાર છે કે તેઓ જે ખાઈ રહ્યા છે તેમાંથી કેટલું તેમના શરીર માટે યોગ્ય છે કે ખોટું.
એઈમ્સ નાગપુર જેવી સંસ્થાઓએ આ નિર્દેશની પુષ્ટિ કરી છે અને ટૂંક સમયમાં આવા બોર્ડ ત્યાં જોવા મળશે. આ યાદીમાં ફક્ત સમોસા-જલેબી જ નહીં, પણ લાડુ અને ગુલાબ જાંબુ જેવી મીઠી વાનગીઓ પણ શામેલ હશે.
આની જરૂર શા માટે છે?
આની પાછળનું કારણ દેશમાં ઝડપથી વધી રહેલી મેદસ્વિતા અને તેનાથી સંબંધિત રોગો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા ચિંતાજનક છે.
એક અંદાજ મુજબ, 2050 સુધીમાં, ભારતમાં લગભગ 44.9 કરોડ લોકો મેદસ્વિતાનો ભોગ બનશે. ભારત મેદસ્વિતાના સંદર્ભમાં અમેરિકા પછી બીજો સૌથી વધુ પ્રભાવિત દેશ બનશે.
આનો ઉદ્દેશ્ય ડરાવવાનો નથી, પરંતુ શિક્ષિત કરવાનો છે
સરકારનો ઉદ્દેશ્ય તમારા મનપસંદ ખોરાક પર પ્રતિબંધ મૂકવાનો નથી, પરંતુ તમને યોગ્ય માહિતી આપવાનો છે જેથી તમે જાણકાર નિર્ણય લઈ શકો. જેમ એક વરિષ્ઠ ડૉક્ટરે કહ્યું હતું, “જો લોકોને ખબર પડે કે એક ગુલાબ જામુનમાં પાંચ ચમચી શુગર હોય છે, તો તેઓ કદાચ બીજું ખાતા પહેલા બે વાર વિચારશે.”
આ પહેલ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવી ગંભીર સમસ્યાઓને રોકવા માટેના મોટા અભિયાનનો એક ભાગ છે, જે આપણા આહાર સાથે સીધી રીતે જોડાયેલી છે.
નાગપુર આ પરિવર્તન અપનાવનારા પ્રથમ શહેરોમાંનું એક હશે. ટૂંક સમયમાં, ત્યાંના દરેક મસાલેદાર અને મીઠા નાસ્તા પર એક બોર્ડ હશે જે કહેશે: “સમજદારીપૂર્વક ખાઓ, તમારું ભવિષ્યનું શરીર તમારો આભાર માનશે.”












