ભારતે પાકિસ્તાનના આ ક્રિકેટર્સના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કર્યા બ્લોક

નવી દિલ્હી, તા. 2 મે, 2025: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. આ હુમલા બાદ ભારત સરકાર આકરી કાર્યવાહી કરી રહી છે. ભારતમાં મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતાં પાકિસ્તાની ક્રિકેટર્સના મોદી સરકારે સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કર્યા છે.
આ ક્રિકેટર્સના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કર્યા બ્લોક
- બાબર આઝમ
- હારિસ રાઉફ
- મોહમ્મદ રિઝવાન
- શાહીદ આફ્રિદી
આ ક્રિકેટના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલવાની કોશિશ કરતાં ફેન્સને ભારતમાં આ એકાઉન્ટ ઉપલબ્ધ નથી તેવો મેસેજ મળી રહ્યો છે. કાનૂની વિનંતી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચાલુ સપ્તાહની શરૂઆતમાં અનેક પાકિસ્તાની યૂટ્યુબ ચેનલો પર પણ ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ સામે ભડકાઉ ભાષણ અને સાંપ્રદાયિક તણાવ વધારે તેવી માહિતી આપવા બદલ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તર, બાસિત અલી અને શાહિદી આફ્રિદીના યુટ્યૂબ એકાઉન્ટ ભારતમાં બંધ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની અભિનેતા અલી જાફર, માહિરા ખાનનું ઈન્સ્ટાગ્રામ પણ ભારતમાં બ્લોક કરવામાં આવ્યું હતું. ઉપરાંત ભાલા ફેંક ખેલાડી અરશદ નદીમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું.
બાબર આઝમ સહિત પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર્સ હાલ પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યા છે. આ વર્ષે આઈપીએલ અને પીએસએલનું આયોજન લગભગ સાથે થયું છે. પીએસએલની શરૂઆત 11 એપ્રિલે થઈ હતી અને ફાઈનલ મચ 18 મેના રોજ રમાશે. જ્યારે આઈપીએલની શરૂઆત 22 માર્ચના રોજ થઈ હતી અને ફાઈનલ મેચ 25 મેના રોજ રમાશે.
આ પણ વાંચોઃ પહેલગામ હુમલાનો બદલો લેવાની પીએમ મોદીની જાહેરાતથી UNSCમાં ખળભળાટ, બોલાવી ઈમરજન્સી બેઠક












