ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ભારત અને બ્રિટન વચ્ચેની વેપાર સમજૂતી પર 24 જુલાઇએ થશે હસ્તાક્ષર

નવી દિલ્હી, 22 જુલાઇ, 2025: ભારતના વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ 24 જુલાઇએ ભારત અને બ્રિટન (યુકે) વચ્ચે મુક્ત વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લંડન જશે. બન્ને દેશોએ 6 મેના રોજ વેપાર સમજૂતીની વાટાઘાટોની સમાપનની ઘોષણા કરી હતી.

વેપાર સમજૂતીમાં શ્રમ આધારિત પ્રોડક્ટ જેમ કે ચામડું, પગરખા અને વસ્તોની નિકાસ પર કર દૂર કરવાનો પ્રસ્તાવ છે, જ્યારે બ્રિટને વ્હીસ્કી અને કારોની આયાત કરવાનો પ્રસ્તાવ મુક્યો છે, જેથી 2030 સુધીમાં બન્ને અર્થવ્યવસ્થાઓની વચ્ચે વેપાર બમણો થઇને 120 અબજ ડોલર અમેરિકી ડોલર સુધીના આંકને સ્પર્શી જાય.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી બ્રિટન અને માલદીવની ચાર દિવસની મુલાકાતે રવાના થશે, જેનો ઉદ્દેશ્ય વેપાર, રોકાણ અને સંરક્ષણ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, વાણિજ્ય પ્રધાન આ મુલાકાત દરમિયાન વડા પ્રધાનની સાથે રહેશે.

ઉલ્લેખનીય છે કે એકવાર મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયા પછી, તેને અમલમાં મૂકતા પહેલા બ્રિટિશ સંસદ અને ભારતના મંત્રીમંડળની મંજૂરીની જરૂર પડશે. કરાર પર હસ્તાક્ષર કર્યા પછી, તેને અમલમાં આવવામાં લગભગ એક વર્ષ લાગશે.

આ પણ વાંચોઃ  ભારત બન્યુ દુનિયાનું સૌથી મોંઘું શેરબજાર, નુવામાના રિપોર્ટમાં કરાયો છે દાવો

Back to top button