ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ચોથી ટેસ્ટઃ ભારત 358 રનમાં ઓલઆઉટ, પંતના લડાયક 54 રન

માનચેસ્ટર, તા. 24 જુલાઈ, 2025: માનચેસ્ટર ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમ 358 રનમાં ઓલઆઉટ થઈ હતી. પંતે ઈજાગ્રસ્ત હોવા છતાં લડાયક 54 રન બનાવ્યા હતા. ઘાયલ ઋષભ પંતે 71 બોલમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની 18મી ફિફ્ટી પૂરી કરી હતી. તેઓ પહેલા દિવસે ઈજાગ્રસ્ત થઈને મેદાન બહાર ગયો હતો અને બીજા દિવસે બેટિંગ કરવા આવીને ફિફ્ટી ફટકારી હતી. ઈંગ્લેન્ડ તરફથી સ્ટોક્સે 5 વિકેટ લીધી હતી.

મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેનપંત ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સની બોલ પર રિવર્સ સ્વીપ રમવાના પ્રયાસમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આજે પંત આ ઈજાને કારણે આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો હોવાનું જાહેર થયું હતું. તેમ છતાં, જ્યારે ટીમ ઈન્ડિયાને જરૂર પડી, ત્યારે આ ખેલાડી પગમાં ફ્રેક્ચર હોવા છતાં બીજી ટેસ્ટમાં બેટિંગ કરવા મેદાન પર ઉતર્યો હતો.

પંતે ગુરુવારે મેદાન પર ઉતરીને બધાને ચોંકાવી દીધા. દર્શકોએ ઊભા થઈને તાળીઓ પાડી અને તેનો ઉત્સાહ વધાર્યો હતો. બીસીસીઆઈએ આ પહેલા જ પુષ્ટિ કરી દીધી હતી કે પંત વિકેટકીપિંગ નહીં કરે પરંતુ જરૂર પડ્યે બેટિંગ કરવા તે ઉતરી શકે છે.

બંને ટીમ
ભારત: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અંશુલ કંબોજ.

ઈંગ્લેન્ડ: બેન સ્ટોક્સ (કેપ્ટન), ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ, લિયામ ડોસન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર અને ક્રિસ વોક્સ.

Back to top button