Iran-Israel Warની અસર ભારતના બાસમતી એક્સપોર્ટ પર, જાણો ઈરાનને શેની નિકાસ કરે છે ભારત?

- ઈરાન ભારતીય બાસમતી ચોખાનો સૌથી મોટો આયાતકાર છે અને વર્તમાન પરિસ્થિતિના કારણે આ વેપાર પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે
Iran-Israel War: ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઇરાન પર હુમલા પછી ઇરાની તેલ ક્ષેત્રો પરના જોખમે પશ્ચિમ એશિયામાં તણાવને વધુ વધાર્યો છે. આ ભારતના આર્થિક હિતોને પણ અસર કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે, જેના કારણે ભારત જેવા મુખ્ય આયાતકાર દેશો પર વધારાનું નાણાકીય દબાણ આવી શકે છે.
જોકે આ અસર ફક્ત તેલ પૂરતી મર્યાદિત નથી. તે ભારતીય બાસમતી ચોખાની નિકાસને India’s Basmati Exportsપણ અસર કરી રહી છે. ઈરાન ભારતીય બાસમતી ચોખાનો સૌથી મોટો આયાતકાર છે અને વર્તમાન પરિસ્થિતિના કારણે આ વેપાર પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. ગયા વર્ષે 2025 માં ભારતે એકલા ઈરાનને ₹10,944 કરોડના બાસમતી ચોખાની નિકાસ કરી હતી. યુદ્ધ પહેલા પણ ઈરાની આયાતકારોએ છેલ્લા બે મહિનામાં ભારતમાંથી બાસમતી ચોખા માટે મોટા ઓર્ડર આપ્યા હતા.
નિકાસકારોને આ નાણાકીય વર્ષમાં મજબૂત વેપારની આશા હતી, પરંતુ જેમ જેમ યુદ્ધના અહેવાલો તીવ્ર બન્યા તેમ તેમ બજારમાં અનિશ્ચિતતા વધવા લાગી.
બાસમતી ચોખાની નિકાસ પર અસર
ઓલ ઈન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ભારતની કુલ બાસમતી ચોખાની નિકાસમાંથી આશરે 25 ટકા ઈરાન જાય છે, જ્યારે આશરે 20 ટકા ઈરાક જાય છે. આ બંને દેશો મળીને વાર્ષિક 2 મિલિયન ટનથી વધુ બાસમતી ચોખાની નિકાસ કરે છે, જેની કુલ અંદાજિત કિંમત ₹18,200 કરોડથી વધુ છે. લાંબા સમય સુધી યુદ્ધ ચાલવાથી વેપાર પર નકારાત્મક અસર પડી શકે છે.
આ પણ વાંચોઃ ઈરાનમાં ન્યુક્લિયર રેડિએશન એલર્ટ, અનેક શહેરોને ખાલી કરાવવા પડશે: IAEA












