આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

IMF,વર્લ્ડ બેન્ક અને મૂડીઝની ભવિષ્યવાણી, પાકિસ્તાન-તુર્કી મળીને પણ નહીં કરી શકે ભારતનો મુકાબલો

નવી દિલ્હી, 15 મે, 2025: ભારત સાથેના તણાવની વચ્ચે તુર્કીના પ્રમુખ રેચેપ તૈયપ એર્દોગને પાકિસ્તાન માટે પોસ્ટ કરતા કહ્યુ કે કે “માય ડિટર શાહબાઝ, કંઇ પણ થાય અમે પાકિસ્તાનનો સાથ આપીશું”. ભારત અને પાકિસ્તાનની લડાઇમાં તુર્કીનો સંબંધ કોઇનાથી છૂપો નથી. તુર્કીએ સૌથી પહેલા પાકિસ્તાનને ડ્રોન આપ્યા હતા, જેનો ભારત વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તે તમામ નિષ્ફળ ગયા હતા.

પાકિસ્તા જો તેવા ભ્રમમાં હોય કે તુર્કી સાથે મળીને ભારત સામે મુકાબલો કરી શકશે તો આ તેની મોટી ભૂલ છે કેમ કે ભારત આજે મોટુ સુપરપાવર બની ચૂક્યુ છે જેની સામે તુર્કી ટકી શકશે નહી.

કંગાળ પાકિસ્તાનની ઔકાત સામે આવી

પાકિસ્તાનની કંગાળીયત વિશે બધાને પહેલાથી જ ખબર હતી અને હવે ફરી એકવાર તેની સ્થિતિ આખી દુનિયા સમક્ષ ખુલી ગઈ છે કે તણાવ વચ્ચે તે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પાસેથી કેવી રીતે લોન માંગી રહ્યું હતું. હવે જો આપણે તેના નજીકના મિત્ર તુર્કીની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો ભારત સામે તેની પણ કોઈ જ વિસાત નથી. જો બંને એકસાથે આવે તો પણ ભારતનું અર્થતંત્ર તેના કરતા બમણાથી પણ વધુ હશે.

ભારત બે વર્ષમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે

મૂડીઝ, IMF, વિશ્વ બેંક જેવા વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો હંમેશા ભારતના વિકાસ વિશે સકારાત્મક આગાહીઓ કરે છે, જ્યારે પાકિસ્તાન વિશે ચિંતા વ્યક્ત કરે છે. આ મંચો કહે છે કે માત્ર બે વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. હાલમાં, ભારત પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે અને આ વર્ષે જ તે જાપાનને પાછળ છોડીને ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનશે, જ્યારે 2027માં જર્મની પણ પાછળ રહી જશે.

ભારત સામે તુર્કી અને પાકિસ્તાનની શું સ્થિતિ છે?

IMF મુજબ, ભારતનું કુલ રાષ્ટ્રીય પેદાશ (GDP) 4.19 ટ્રિલિયન ડોલર છે, જે આ વર્ષે 4.27 ટ્રિલિયન ડોલર થઈ જશે. હવે તુર્કીની વાત કરીએ તો, તે ટોચના 15 અર્થતંત્રોમાં પણ સામેલ નથી અને પાકિસ્તાન ટોચના 20 સૌથી મોટા અર્થતંત્રોમાં ક્યાંય જોવા મળતું નથી.

બન્ને મળીને પણ ભારત સાથે સ્પર્ધા કરી શકશે નહીં.

વિશ્વ બેંકના અહેવાલ મુજબ, તુર્કી 1.32 ટ્રિલિયન ડોલની GDP સાથે 17મા ક્રમે છે, જ્યારે પાકિસ્તાન ફક્ત 373.08 અબજ ડોલર સાથે 24માં ક્રમે છે. જો આપણે બંનેની GDP ઉમેરીએ તો પણ તે ફક્ત 1.7 ટ્રિલિયન ડોલર આવે છે, આ મુજબ, ભારતની તાકાત તેમના કરતા બમણાથી વધુ છે.

તુર્કીનો અસલી ચહેરો પણ સામે આવ્યો

ભારતે દેશમાં તુર્કી પ્રસારણકર્તા TRT બંધ કરી દીધું છે. તે ભારતના ઓપરેશન સિંદૂર અંગે પ્રચાર ફેલાવી રહ્યું હતું. પાકિસ્તાનને મદદ કરવા બદલ તુર્કીનો બહિષ્કાર કરવા માટે ભારતમાં પહેલેથી જ એક ઝુંબેશ ચાલી રહી છે. ભારતે હંમેશા તુર્કીને મદદ કરી છે, પરંતુ તેણે હવે જે પગલાં લીધા છે તેનાથી ભારતના લોકોમાં તુર્કી પ્રત્યે ઘણો રોષ ફેલાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો અને પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓને ખતમ કરવાની ખુલ્લેઆમ ધમકી આપતાની સાથે જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પોતાની ફરિયાદ લઈને તુર્કી પહોંચ્યા હતા. જોકે, ભારતની લશ્કરી શક્તિ સામે ન તો પાકિસ્તાનના શસ્ત્રો ટકી શક્યા કે ન તો તેના નજીકના મિત્ર ચીનના માલસામાન કોઈ કામમાં આવ્યા ન હતા.

આ પણ વાંચોઃ બલૂચિસ્તાન હવે પાકિસ્તાનનો ભાગ નથી, બલૂચ નેતાની આઝાદીની જાહેરાત, ભારત પાસે માંગ્યું સમર્થન

Back to top button