મેં મારું બધું દીકરી-જમાઈને આપી દીધું, કેરળમાં સીએમના ફોટો સાથે વાયરલ થયો QR કોડ

કેરળ, 14 એપ્રિલ 2025 : કેરળમાં આજે (14 એપ્રિલ) મલયાલમ નવું વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે. તેને વિશુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે સવારથી, કેરળના ઘણા વોટ્સએપ ગ્રુપ પર સીએમ પિનરાઈ વિજયનનો ફોટો અને QR કોડ વાયરલ થઈ રહ્યા છે. મુખ્યમંત્રીના ફોટા સાથેનો આ QR કોડ સમગ્ર કેરળમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ મેસેજ એક કરોડ લોકો સુધી પહોંચ્યો
QR કોડ સ્કેન કરવાથી એક પેજ ખુલે છે. જ્યાં સીએમ વિજયન કહે છે, ‘મારી પાસે વિશુ (મલયાલમ નવું વર્ષ) માટે તમને (સામાન્ય જનતાને) આપવા માટે કંઈ નથી.’ મેં મારી દીકરી અને જમાઈને બધું જ આપી દીધું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે QR કોડ સાથેનો આ સંદેશ કેરળના એક કરોડથી વધુ લોકો સુધી પહોંચ્યો છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
મુખ્યમંત્રીના ફોટા સાથેનો QR કોડ કોણે બનાવ્યો?
વાયરલ QR કોડ કોણે બનાવ્યો અને તે ક્યાંથી પ્રસારિત થઈ રહ્યો છે? આ વસ્તુ હજુ સુધી શોધી કાઢવામાં આવી નથી. લોકોને ડર છે કે આ કોઈ વિપક્ષી પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે. કેરળના મુખ્યમંત્રી પર નિશાન સાધતા, તેમની પુત્રી અને જમાઈને પણ તેમાં જોડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીની પુત્રી સામે કરોડોના ગેરરીતિના આરોપમાં તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે SFIO ગેરકાયદેસર ચુકવણી કેસમાં પિનરાઈ વિજયનની પુત્રી વીણા વિજયનની તપાસ કરી રહ્યું છે. સીએમ વિજયનની પુત્રી વીણા પર કોઈ કામ કર્યા વિના પોતાની કંપની માટે સીએમઆરએલ નામની કંપની પાસેથી 2 કરોડ 70 લાખ રૂપિયા અપાવવાનો આરોપ છે.
આ પણ વાંચો : કોઈ મુસ્લિમને અધ્યક્ષ કેમ નથી બનાવતી કોંગ્રેસ? હરિયાણામાં પીએમ મોદીનો કટાક્ષ












