ઘસી ઘસીને થાકી ગયા છો બળેલી એલ્યુમિનિયમની કઢાઈ? રસોડાની આ 2 વસ્તુઓ ચમકાવી દેશે નવા જેવી

Kitchen Cleaning Tips: રસોડામાં પૂરી બનાવવી હોય, ભજીયા તળવા હોય, કોઈ વસ્તુ ફ્રાય કરવી હોય કે પછી શાક-દાળ વઘારવા હોય, અવારનવાર રસોઈ બનાવતી વખતે કિચનમાં સૌથી વધુ ઉપયોગ કઢાઈ (લોઢી) નો થાય છે. પરંતુ સતત વપરાશ અને તેલ-મસાલા વારંવાર બળવાને કારણે કઢાઈની નીચે અને અંદરના ભાગમાં એક કાળી, જિદ્દી અને ચીકણી પરત જામી જાય છે. આ કાળા મેલને સામાન્ય રીતે સાફ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
ઘણીવાર મહિલાઓ આ કાળી પડી ગયેલી કઢાઈને સાફ કરવા માટે બજારમાંથી મોંઘા-મોંઘા ક્લીનિંગ પ્રોડક્ટ્સ ખરીદી લાવે છે, છતાં પણ કઢાઈ પહેલા જેવી ચમકતી નથી. આજે અમે તમને એવા સરળ અને મફત જેવા ઘરેલું નુસ્ખાઓ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી કોલસા જેવી કાળી કઢાઈ પણ મિનિટોમાં નવા જેવી ચમકી ઉઠશે.
1. બેકિંગ સોડા અને લીંબુ (Baking Soda and Lemon)
કઢાઈના બળેલા અને કાળા પડી ગયેલા ભાગને સાફ કરવા માટે બેકિંગ સોડા અને લીંબુ સૌથી ઉત્તમ અને રામબાણ વિકલ્પ છે. લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ (Citric Acid) અને બેકિંગ સોડાની ક્ષારીય પ્રકૃતિ બંને સાથે મળીને એક પાવરફુલ ક્લીનિંગ એજન્ટ બનાવે છે.
• ઉપયોગ કરવાની રીત: સૌથી પહેલા કઢાઈને પાણીથી સહેજ ભીની કરી લો.
• ત્યારબાદ કાળી પડી ગયેલી જગ્યા પર ૨ થી ૩ ચમચી બેકિંગ સોડા સારી રીતે છાંટી દો.
• હવે એક લીંબુને વચ્ચેથી કાપી લો અને તે લીંબુને સોડાની ઉપર દબાવતા જઈને બરોબર ઘસો.
• બંને વસ્તુઓ ભેગી થતાં જ તરત જ ફીણ (Reaction) બનવા લાગશે, જે કઢાઈ પર જામેલા જિદ્દી મેલ અને કાળાશને મૂળમાંથી ઢીલી કરી નાખશે.
2. મીઠું અને સફેદ સરકો (Salt and White Vinegar)
જો તમારી એલ્યુમિનિયમ કે લોખંડની કઢાઈ પર વર્ષો જૂના બળવાના કાળા ડાઘા જામી ગયા હોય, તો સફેદ વિનેગર (Sirka) અને સાદું મીઠું તમારી આ સમસ્યાને ચપટીમાં દૂર કરી શકે છે.
ઉપયોગ કરવાની રીત: આ માટે કઢાઈમાં થોડું પાણી ભરો.
• તેમાં 2 ચમચી મીઠું અને અડધો કપ સફેદ વિનેગર (White Vinegar) ઉમેરીને ગેસ પર ઉકળવા માટે મૂકી દો.
• જ્યારે પાણી બરોબર ઉકળવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો અને આ ગરમ પાણીના મિશ્રણને અંદાજે 15 મિનિટ માટે કઢાઈમાં જ રહેવા દો.
• આ ગરમ મિશ્રણ કઢાઈના ખૂણે-ખૂણામાં જામેલી તેલની ચીકાશ અને બળેલા કાળાપણાને સંપૂર્ણપણે કાપી નાખશે.
આ રીતે કરો ફાઇનલ ક્લીનિંગ (Final Cleaning)
જ્યારે કઢાઈમાં રાખેલું પાણી સહેજ નવશેકું (હૂંફાળું) થાય એટલે તેને નિતારી લો. હવે વાસણ સાફ કરવાના સ્ટીલના જૂના (Steel Scruber) પર થોડું ડિશવોશ જેલ અથવા સાબુ લગાવો. ત્યારબાદ કઢાઈને હળવા હાથે ઘસવાનું શરૂ કરો. તમે જોશો કે વધારે તાકાત લગાવ્યા વગર જ કઢાઈ પરની તમામ કાળી પરત અને ચીકાશ એકદમ સરળતાથી ઉખડી જશે અને તમારી કઢાઈ ચાંદીની જેમ ચમકવા લાગશે.
આ પણ વાંચોઃ IPL બાદ રજત પાટીદારનો MPLમાં ધમાકો, 214 ના પ્રચંડ સ્ટ્રાઈક રેટથી ઝડ્યા 232 રન
આ પણ વાંચોઃ જેવર એરપોર્ટ પર ઐતિહાસિક શરૂઆત : પહેલી કોમર્શિયલ ફ્લાઈટ્સ ફરી શરૂ, લખનૌથી ભરી હતી ઉડાન
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












