ટ્રેન્ડિંગબિઝનેસવિશેષ

વિદેશમાં પ્રતિ કિલો વાળ કેટલા રૂપિયામાં વેચાય છે, ભારતીય વાળની ​​વધુ માંગ કેમ?

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 25 એપ્રિલ : વાળ કોને પસંદ નથી? આ માટે વ્યક્તિ હજારો રૂપિયા ખર્ચવા તૈયાર છે. આપણે આપણા વાળને સારા દેખાવા માટે ઘણા પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ પણ કરીએ છીએ. આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે સલૂનમાં જે વાળ કપાવો છો, અથવા જે વાળ નીકળી જાય છે અથવા ઘણા લોકો તેમના વાળ મંદિરમાં દાન કરે છે, એક વાર વાળ કપાવ્યા બાદ કપાયેલા વાળનું કોઈ મહત્ત્વ નથી, પરંતુ વાસ્તવમાં તમારા વાળનો કેટલો મોટો બિઝનેસ ચાલે છે, તે જાણી ચોંકી જશો.

વાળ કેવી રીતે વેચાય છે?

સામાન્ય રીતે તમે જે વાળને નકામા માનો છો તેની કિંમત માત્ર 100 રૂપિયા અથવા 200 રૂપિયા નથી પરંતુ 25 થી 30 હજાર રૂપિયા પ્રતિ કિલોનો બિઝનેસ છે. શક્ય છે કે કોઈ તમારા ઘરે આવે અને તમારા વાળ લઈ જાય અને બદલામાં તમને કેટલાક વાસણો અથવા પૈસા આપે, અથવા તમે તમારા વાળ ખરી જાય અથવા કપાવ્યા પછી, તેને ફેંકી દો, પરંતુ વાસ્તવમાં, તમારા એ કપાયેલા વાળનો ઘણો મોટો બિઝનેસ છે.

વાસ્તવમાં, તમારા વાળ એકત્ર કરીને કરોડો રૂપિયામાં વિદેશમાં વેચાય છે. વિદેશી લોકો ભારતીય મહિલાઓના લાંબા વાળને ખૂબ પસંદ કરે છે, તેમને તેની સારી કિંમત પણ મળે છે. ભારતના વાળ ચીન, મલેશિયા, થાઈલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ અને બર્મા જેવા દેશોમાં વેચાય છે.

વિદેશમાં વાળની ​​કિંમત શું છે?

વાળની ​​કિંમત વિશે વાત કરીએ તો, તે તેના કદ અને ગુણવત્તા પર આધારિત છે. વિદેશમાં કપાયેલા વાળ 10 હજારથી 40 હજાર રૂપિયા પ્રતિ કિલો, રેમી વાળ 5 થી 25 હજાર રૂપિયા પ્રતિ કિલો અને નોલ રેમી વાળ 2 થી 10 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

આ પણ વાંચો : ચૂંટણી સમયે જ પોતાના નિવેદનથી કોંગ્રેસને મુશ્કેલીમાં મુકનાર સામ પિત્રોડા કોણ છે?

Back to top button