ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી પહોંચ્યું, જાણો શું છે હવામાન વિભાગની આગાહી

  • અમરેલીમાં સૌથી તાપમાન 43 ડિગ્રી રહ્યું છે
  • મતદાન સમયે ઉનાળાનું તાપમાન 43 ડિગ્રી પહોંચી જવાની શક્યતા
  • એક મહિનાથી ઉનાળાનું તાપમાન સતત 40 ડિગ્રી નોંધાઈ રહ્યું છે

હવે ગુજરાતમાં સુરત લોકસભા સિવાયની 25 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે 7 મે એટલે કે મતદાનના દિવસે તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, લોકસભા ચૂંટણીના છેલ્લા બે તબક્કામાં ઓછા મતદાનને જોતા, ભાજપ અને કોંગ્રેસ બંને તેમના મતદારોને 11 વાગ્યા પહેલા મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે.

મતદાન સમયે ઉનાળાનું તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા

ગુજરાતમાં મતદાન સમયે ઉનાળાનું તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા વચ્ચે ચૂંટણી પંચે પણ તૈયારીઓ કરી લીધી છે. મતદાન મથકો પર મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મતદાન મથકો પર મંડપ, કુલર, પાણીની બોટલ અને ORS ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આરોગ્ય કર્મચારીઓની મદદથી મતદાન મથકના કર્મચારીઓને ગરમી સંબંધિત સમસ્યાઓના લક્ષણો અને પ્રાથમિક સારવારની તાલીમ પણ આપવામાં આવી રહી છે.

અમરેલીમાં સૌથી તાપમાન 43 ડિગ્રી રહ્યું છે

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં રાજ્યમાં તાપમાન 43 ડિગ્રી પહોંચ્યું છે. તેમાં અમરેલીમાં સૌથી તાપમાન 43 ડિગ્રી રહ્યું છે. તથા 4 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ છે. તેમજ સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી, વડોદરામાં 41.2 ડિગ્રી તથા વલ્લભ વિદ્યાનગરમાં 41.5 ડિગ્રી તાપમાન છે. અમદાવાદમાં 40.8 ડિગ્રી, રાજકોટમાં 40.9 ડિગ્રી તેમજ સુરતમાં 40.6 ડિગ્રી, ભાવનગરમાં 40.4 ડિગ્રી તાપમાન છે. તથા અમદાવાદમાં 40.8 ડિગ્રી, ગાંધીનગર 37.8 ડિગ્રી તથા વલ્લભ વિદ્યાનગર 41.5 ડિગ્રી તાપમાન તથા વડોદરા 41.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી અને ભાવનગરમાં 40.4 ડિગ્રી તથા રાજકોટમાં 40.9 ડિગ્રી તાપમાન પહોંચ્યુ છે.

એક મહિનાથી ઉનાળાનું તાપમાન સતત 40 ડિગ્રી નોંધાઈ રહ્યું છે

સુરતમાં 40.6 ડિગ્રી, ડીસા 37.3 ડિગ્રી, ભુજ 39.3 ડિગ્રી તથા કંડલા 39.2 ડિગ્રી અને મહુવા 39.4 ડિગ્રી તથા કેશોદ 39.7 ડિગ્રી તાપમાન રહ્યું છે. આવતીકાલથી રાજ્યમાં તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી છે. આગામી ચાર દિવસમાં રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજ્યમાં બે દિવસ બાદ યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના મોટા શહેરોમાં છેલ્લા એક મહિનાથી ઉનાળાનું તાપમાન સતત 40 ડિગ્રી નોંધાઈ રહ્યું છે.

Back to top button