ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

શાળાના પ્રિન્સિપાલે મોડા આવનાર શિક્ષિકાને માર માર્યો, જુઓ આગ્રાનો આ વીડિયો

  • સ્કૂલના પ્રિન્સિપાલ ફેશિયલ કરાવતાં હોય તેવો વીડિયો વાયરલ થાય બાદ અન્ય સ્કૂલના આચાર્ય એક શિક્ષિકાને મોડા આવવા બદલ માર મારતાં હોય તેવો વીડિયો વાયરલ 

આગ્રા, 4 મે: ઉત્તર પ્રદેશની એક શાળામાં આચાર્ય દ્વારા શિક્ષકાને માર મારતો વીડિયો બહાર આવ્યો છે. હાલમાં જ યુપીમાં એક સ્કૂલના પ્રિન્સિપાલ ફેશિયલ કરાવતાં જોવા મળ્યાં હતાં, ત્યારબાદ તેમણે વીડિયો બનાવનાર શિક્ષિકાને બચકું ભરી લીધું હતું. આ ઘટનાના થોડા અઠવાડિયા પછી, અન્ય શાળાના આચાર્ય એક શિક્ષિકાને મોડા આવવા બદલ માર મારતા કથિત રીતે કેમેરામાં કેદ થયા છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તાજેતરનો આ મામલો આગ્રાનો છે.

 

સમગ્ર મામલો શું છે?

આગ્રાના સીગાના ગામની પૂર્વ માધ્યમિક શાળાના આચાર્ય પર ન માત્ર શિક્ષિકા ગુંજન ચૌધરી સાથે મારામારી કરવાનો વીડિયો બહાર આવ્યો છે, પરંતુ તેમના પર મારામારી દરમિયાન પોતાના કપડાં ફાડવાનો પ્રયાસ કરવાનો પણ શિક્ષિકા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રિન્સિપાલે એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો કે, શિક્ષિકાએ તેમને પકડી રાખ્યા હતા. પ્રિન્સિપાલના ડ્રાઈવરે પહેલા બંનેને અલગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાદમાં તે(ડ્રાઈવર) પણ શિક્ષિકા સાથે મારપીટ કરતો જોવા મળ્યો.

એક મહિલા આ ઘટનાને પોતાના ફોનના કેમેરામાં કેદ કરી રહી હતી. વીડિયોમાં તે કહેતી જોવા મળી રહી છે કે, આ ઘટનાને રેકોર્ડ કરવામાં આવી રહી છે. તે કહે છે, “આ રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે… મેડમ, આ અસંસ્કારી છે. આ તમને કેવી રીતે શોભે છે?” વીડિયો દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે, લડાઈ દરમિયાન શિક્ષિકા ઘાયલ થયા હતા.

બીજું પ્રકરણ શાળાનો સમય પૂરો થતાં શરૂ થયું, જેમાં બંને મહિલાઓએ એકબીજાને “બેશરમ મહિલા” કહ્યા અને એકબીજા પર શાળાએ મોડા આવવાનો આરોપ લગાવ્યો. તેમની લડાઈ દરમિયાન આચાર્ય અને શિક્ષકે પણ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ માત્ર શાળા માટે જ નહીં પરંતુ તેમના વ્યવસાય માટે યોગ્ય ન હતું. લડાઈ દરમિયાન, શિક્ષિકાને એમ કહેતા સાંભળવામાં આવ્યાં કે, “જો તમારામાં હિંમત હોય મારીને બતાવો, તું અને તારો ડ્રાઈવર શું કરી લેશો?” આ અંગે પ્રિન્સિપાલે કહ્યું કે, “અહીં કોઈની દાદાગીરી નહીં ચાલે.” મહત્ત્વપૂર્ણ છે કે, મારપીટની સમગ્ર ઘટના બાદ શાળાના પ્રિન્સિપાલે શિક્ષિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ જુઓ: મૃતદેહને દફનાવવા આવ્યા હતા લોકો, પોતે જ માટી નીચે દટાયા, જૂઓ વીડિયો

Back to top button