પાકિસ્તાનના ટાર્ગેટમાં હતું અમૃતસરનું ગોલ્ડન ટેમ્પલ, ભારતીય સેનાની સતર્કતાથી આંચ પણ ન આવી

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતની કાર્યવાહીથી ડરેલા પાકિસ્તાન એક પછી એક અનેક ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો. પણ તેના આ તમામ હુમલાઓ નિષ્ફળ ગયા હતા. તેની પાછળ ભારતની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ હતું. ભારતીય સેનાએ સોમવારે એક ડેમોંસ્ટ્રેશન દ્વારા એ દેખાડ્યું કે, કેવી રીતે આધુનિક એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલાને નિષ્ફળ કરી દીધા અને પંજાબના ધાર્મિક અને નાગરિક ઠેકાણાને સુરક્ષિત રાખ્યા. સેનાએ દરમ્યાન આકાશ મિસાઈલ સિસ્ટમ અને L-70 એર ડિફેન્સ ગનને એક્શન મોડમાં બતાવી છે.
#WATCH | Amritsar, Punjab: Indian Army shows a demo of how Indian Air Defence systems, including AKASH missile system, L-70 Air Defence Guns, saved the Golden Temple in Amritsar and cities of Punjab from Pakistani missile and drone attacks. pic.twitter.com/yulFvSFqKv
— ANI (@ANI) May 19, 2025
સમાચાર એજન્સી ANI દ્વારા શેર કરાયેલા એક વિડીયોમાં, ભારતીય સેનાએ આકાશ મિસાઈલ સિસ્ટમ, L-70 એર ડિફેન્સ ગન સહિત ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ અમૃતસરના સુવર્ણ મંદિર અને પંજાબના શહેરોને પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોન હુમલાઓથી કેવી રીતે સુરક્ષિત રાખ્યા તેનો ડેમો બતાવ્યો છે.
આ દરમિયાન, ૧૫ ઈન્ફેન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ કાર્તિક સી. શેષાદ્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, “અમને એવો અણસાર હતો કે પાકિસ્તાની સેના પાસે કાયદેસર લશ્કરી ટાર્ગેટ નથી, તેથી તેઓ આપણા ધાર્મિક અને નાગરિક લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. સુવર્ણ મંદિર આમાં સૌથી અગ્રણી પ્રતીક હતું. અમે વધારાના આધુનિક હવાઈ સંરક્ષણ સંસાધનો તૈનાત કર્યા અને આ પવિત્ર સ્થળની સુરક્ષા માટે એક વ્યાપક સુરક્ષા કવચ તૈયાર કર્યું.” તેમણે કહ્યું કે 8 મેના રોજ વહેલી સવારે, અંધારામાં, પાકિસ્તાન દ્વારા ડ્રોન અને લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરીને એક મોટો હુમલો કરવામાં આવ્યો હતો.
સૈન્ય અધિકારીએ કહ્યું, “અમે પહેલાથી જ સતર્ક અને તૈયાર હતા. અમારા બહાદુર હવાઈ સંરક્ષણ સૈનિકોએ પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યા. એક પણ ડ્રોન કે મિસાઈલ સુવર્ણ મંદિરને સ્પર્શી પણ ન શક્યા. આપણી સુરક્ષા વ્યવસ્થાએ ખાતરી કરી કે આપણા પવિત્ર સ્થળ પર જરાં પણ આંચ નહીં આવે.”
આ પણ વાંચો: ભારત સરકારનો 30 રાજ્યોને આદેશ: દેશભરમાંથી બાંગ્લાદેશીઓને શોધો, દસ્તાવેજ ચકાસી બહાર કાઢો












