ગુજરાતટ્રેન્ડિંગનેશનલવિશેષ

શત્રુ સંપત્તિને વકફમાં ખપાવી દેવાના કૌભાંડમાંથી કેવી રીતે બચ્યો દેશ? જાણો

નવી દિલ્હી, 6 જૂન, 2025: scam of using enemy property as waqf દેશવાસીઓ અનેક દાયકાથી વકફનાં કાવતરાંથી હેરાન થઈ રહ્યા હતા તેવા સમયે વર્તમાન કેન્દ્ર સરકારે એક એવા ભયાનક કૌભાંડ ઉપર બ્રેક મારવાનો પ્રયાસ કરી રહી છે જે કૌભાંડ આ દેશ માટે શૂળની જેમ ઘૂસીને હેરાન કરી નાખત. જોકે, વકફ સુધારા કાયદા દ્વારા હાલ આ જોખમમાંથી દેશને બચાવી લેવામાં આવ્યો છે. વાસ્તવમાં, ઉત્તર પ્રદેશના બાગપતમાં બે દિવસ પહેલાં પાકિસ્તાનના ભૂતપૂર્વ શાસક પરવેઝ મુશર્રફની જમીનની સરકારે હરાજી કરી. અગાઉ ઉત્તરાખંડમાં પણ રાજા મહમૂદાબાદની સંપત્તિને સરકારે પાર્કિંગ સ્થળમાં ફેરવી દીધી, અને ગયા વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનની સંપત્તિ (જેમાં 1918માં બનેલી મસ્જિદ પણ હતી) તેને કોર્ટના આદેશ બાદ સરકારે કબજે કરી. આ જમીન વક્ફની હોવાનો દાવો ખોટો સાબિત થયો, અને તે ‘શત્રુ સંપત્તિ’ (Enemy Property) હેઠળ આવતી હોવાથી સરકારે જપ્ત કરી.

અહીં ઉપર જણાવ્યા એ ત્રણેય કેસમાં એક સામાન્ય કડી છે: શત્રુ સંપત્તિ. 2017માં મોદી સરકારે શત્રુ સંપત્તિ (સંશોધન અને સત્યાપન) બિલ-2016 લાવી હતી. જે અનુસાર શત્રુ દેશમાં ગયેલી વ્યક્તિ અને તેના વારસદારો શત્રુની શ્રેણીમાં આવે છે અને તેઓ આવી સંપત્તિ પર દાવો કરી શકે નહીં. આ કાયદાથી સમગ્ર દેશમાં 13,000થી વધુ સંપત્તિઓ, જેની કિંમત 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે તે સરકારના નિયંત્રણમાં આવી. વધુમાં મોદી સરકાર 2024માં વક્ફ (સંશોધન) બિલ લાવી, જેમાં શત્રુ સંપત્તિ પર વક્ફના દાવાઓને નકારવામાં આવ્યા છે.

શત્રુ સંપત્તિ શું છે?

શત્રુ સંપત્તિ એવી સંપત્તિઓ છે, જે 1947ના ભારત-પાકિસ્તાન વિભાજન અથવા 1962, 1965, 1967ના યુદ્ધો બાદ ભારત છોડીને પાકિસ્તાન કે ચીનની નાગરિકતા લેનારાઓની હતી. આવી 13,252 સંપત્તિઓ, જેની કિંમત 1.04 લાખ કરોડ રૂપિયાથી વધુ છે, ઉત્તર પ્રદેશ (6,255) અને પશ્ચિમ બંગાળ (4,088)માં મોટાભાગે છે. ઉદાહરણ તરીકે, મુઝફ્ફરનગરમાં લિયાકત અલી ખાનની જમીન, ભોપાલમાં નવાબ હમીદુલ્લાહ ખાનની બેટી આબિદા સુલ્તાનની સંપત્તિઓ (15,000 કરોડ રૂપિયા), અને બાગપતમાં મુશર્રફની 13 બીઘા જમીન (2024માં 1.38 કરોડમાં હરાજી) શત્રુ સંપત્તિ જાહેર થઈ.

શત્રુ સંપત્તિ અને વક્ફનો વિવાદ

ઘણી વખત શત્રુ સંપત્તિઓને વક્ફ બોર્ડે કબજે કરવાનો પ્રયાસ કર્યો, જે 1984 અને 1995ના વક્ફ કાયદાની ખામીઓને કારણે શક્ય હતું. 1984માં ઇન્દિરા ગાંધી સરકારે કાયદામાં સુધારો કરીને શત્રુ સંપત્તિને વક્ફમાં ફેરવવાની છૂટ આપી. પરંતુ 2017ના સંશોધનથી મોદી સરકારે આ ખામીઓ દૂર કરી, જેમાં શત્રુના વારસદારોનો હક રદ કરાયો, કસ્ટોડિયનને માલિકીનો અધિકાર આપ્યો અને આવી સંપત્તિઓની વેચાણની મંજૂરી આપી.

રાજા મહમૂદાબાદનો કેસ

રાજા મહમૂદાબાદની ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વિશાળ સંપત્તિઓ હતી, જેમાં લખનૌનો બટલર પેલેસ, હઝરતગંજની મહમૂદાબાદ મેન્શન, અને નૈનિતાલનું મેટ્રોપોલ હોટેલ સામેલ હતું. તેમના પિતા 1957માં પાકિસ્તાનની નાગરિકત્વ લઈને ચાલ્યા ગયા, જેથી આ સંપત્તિઓ 1968ના કાયદા હેઠળ જપ્ત થઈ. તેમના પુત્ર સુલેમાન મિયાંએ 1974થી કાનૂની લડાઈ લડી અને 2005માં સુપ્રીમ કોર્ટે તેમને સંપત્તિ પરત આપવાનો આદેશ આપ્યો. કોંગ્રેસની યુપીએ સરકારે આ નિર્ણયને લાગુ કર્યો, પરંતુ આનાથી વિવાદ થયો. 2010માં યુપીએ સરકારે તેની વિરુદ્ધમાં એક વટહુકમ લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સલમાન ખુર્શીદે દેશહિતના એ વટહુકમને અટકાવવા પૂરી તાકાત લગાવી દીધી હતી. સલમાન ખુર્શીદ લાલુ યાદવ, મુલાયમ યાદવ તથા મોહમ્મદ અદીબ વગેરે સાંસદો સાથે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ પાસે પહોંચી ગયા અને વટહુકમ નહીં લાવવા દબાણ કર્યું. કોંગ્રેસ નેતાનું એ દબાણ કામ કરી ગયું, જે દેશ માટે જોખમી સાબિત થાય તેમ હતું.

મોદી સરકારનું 2024નું વક્ફ બિલ

2024ના વક્ફ (સંશોધન) બિલે શત્રુ સંપત્તિઓને વક્ફ બનતી અટકાવી. ધારા 40 નાબૂદ કરી, કેન્દ્રીય વક્ફ પોર્ટલ બનાવ્યું, અને જિલ્લા કલેક્ટરને તપાસનો અધિકાર આપ્યો. આનાથી શત્રુ સંપત્તિઓ પર વક્ફના દાવા રોકાયા, અને રાષ્ટ્રીય સુરક્ષા તથા આર્થિક પારદર્શિતા સુનિશ્ચિત થઈ.

આ પણ વાંચોઃ પડકારને પડકાર આપ્યો, મુશ્કેલીઓ સામે અડીખમ રહ્યા, જમ્મુ-કાશ્મીરમાં પીએમનું ભાષણ

આ પણ વાંચોઃ અગ્રણી મીડિયાકર્મીઓને વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા દેવર્ષિ નારદ પત્રકાર સન્માન એનાયત

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button