ટોપ ન્યૂઝનેશનલ

હનિટ્રેપ : પાર્ટનર બનો… નહીં તો 1 કરોડ આપો, બિલ્ડરને આપી ધમકી, ભોપાલથી પકડાઈ હનીગર્લ શ્વેતા

Honeytrap : રાત્રે લગભગ સવા અગિયાર કલાકના સમયે ઈન્દોરનું સુપર કોરિડોર જ્યાં સામાન્ય રીતે મોડી રાત્રે ગાડિઓની ગતિ અને સુમસામ રસ્તો દેખાય છે. એક વેપારી પોતાની કાર રોકી ફોન પર વાત કરી રહ્યો હતો. ત્યારે પાછળથી એક બીજી કાર આવીને ઉભી રહે છે. જેમાંથી કેટલાક લોકો નીચે ઉતરે છે. પહેલા વાત થાય છે, પછી આવાજ ઉંચો થાય છે, અને બીજી જ ક્ષણ કથિત રીતે મારામારી શરૂ થઈ જાય છે. તે બાદ જે કહેવામાં આવ્યું તે આ વાર્તાનો સૌથી સનસનીખેજ ભાગ બની ગયો, અમારી સાથે પાર્ટનર બનો… નહીં તો 1 કરોડ રૂપિયા આપો.

ભોપાલથી એક મહિલાને લેવાઈ કસ્ટડીમાં

 

આ કહાનીમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે તપાસ કરતા ભોપાલથી એક મહિલાને કસ્ટડીમાં લીધી, જેનું નામ છે શ્વેતા જૈન. એ શ્વેતા, જેનું નામ મધ્યપ્રદેશના ચર્ચિત હનીટ્રેપ કેસમાં પહેલા પણ સામે આવી ચૂક્યું છે. આ સમગ્ર મામલો હિતેન્દ્ર સિંહ ઉર્ફે ચિંટુ ઠાકુરની ફરિયાદ શરૂ થઈ. હિતેન્દ્ર ઈન્દોરમાં પ્રોપર્ટી ડિલીંગ અને દારુના વેપાર સાથે જોડાયેલ છે. પીડિત હિતેન્દ્રએ પોલીસને જણાવ્યું કે, કેટલાક સમય પહેલા તેમની મુલાકાત અલકા દીક્ષિત નામની મહિલા સાથે થઈ હતી. આ ઓળખાણ દ્વારા તેમની મુલાકાત લાખન ચૌધરી નામના વ્યક્તિ સાથે કરાવી હતી. લાખન ઈન્દોર, દેવાસ, ધાર અને આસપાસના વિસ્તારોમાં પ્રભાવશાળી બતાવતા રિયલ એસ્ટેટ વેપારમાં પાર્ટનર બનવા માટે દરખાસ્ત કરી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

પહેલા બિઝનેસની અપાઈ ઓફર

 

શરૂઆતમાં તે સામાન્ય વેપારની ઓફર જેવી લાગી. કહેવામાં આવ્યું કે, સાથે મળીને  કામ કરશું તો મોટો ફાયદો થશે. પરંતુ ફરિયાદ અનુસાર, જ્યારે હિતેન્દ્રએ તેમાં રસ દાખવ્યો નહીં, તો કથિત રીતે તેના પર દબાણ કરવા લાગ્યા. તેમને કહેવામાં આવ્યું કે, તેઓએ અલકા દીક્ષિક સાથે 50 % ભાગીદારીના એગ્રીમેન્ટ કરવું પડશે. હિતેન્દ્રએ ઈનકાર કરતા આ વાર્તાએ નવો વળાંક લીધો.

28 એપ્રિલની રાત્રે ઈન્દોરમાં હિતેન્દ્ર પોતાની કારમાં સુપર કોરિડોરથી લવકુશ ચોક તરફ થઈ રહ્યો હતો. ફોન પર વાત કરવા માટે તેને કાર સર્વિસ રોડ પર રોકી દીધી. ત્યારે પાછળથી એક બીજી કાર આવીને ઉભી રહી. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, તે કારમાંથી અલકા દીક્ષિત, તેમનો પુત્ર જયદીપ દીક્ષિત, લાખન ચૌધરી અને કેટલાક અન્ય લોકો ઉતર્યા. આવતાની સાથે જ ધક્કા-મુક્કી શરૂ થઈ. પછી કથિત રીતે ધમકી આપવામાં આવી- ભાગીદારી કરો અથવા તો એક કરોડ રૂપિયા આપો.

પૈસા માગી આપી ધમકી

 

પીડિતનો આરોપ છે કે, વાત માત્ર પૈસાની માંગ સુધી જ ન રહી, આરોપીઓએ કહ્યું કે, તેના પૂરા પરિવારની  માહિતી તેમની પાસે છે. જો પૈસા નહીં આપે તો પરિવારને ખતમ કરી નાખશે. ફોટો અને વીડિયો વાયરલ કરી બદનામ કરવાની પણ ધમકી આપવામાં આવી. અહીંથી પોલીસની એન્ટ્રી થાય છે. ફરિયાદ બાદ ઈન્દોર ક્રાઈમ બ્રાંચે ફરિયાદ દાખલ કરી. કેટલીક ગંભીર કલમોમાં કેસ નોંધવામાં આવ્યો. પછી તપાસ શરૂ કરાઈ. જેમાં કોલ રેકોર્ડ, મોબાઈલ ચેટ, આર્થિક લેણાદેવી અને  સોશિયલ મીડિયા કનેક્શન તપાસવામાં આવ્યા. આ દરમ્યાન એક નામ સામે આવ્યું – શ્વેતા જૈન.

શ્વેતા સ્વપ્નિલ જૈન મધ્યપ્રદેશના ચર્ચિત હનિટ્રેપ મામલામાં પ્રમુખ આરોપીઓમાં શામેલ રહી છે. વર્ષ 2019માં સામે આવેલ આ હાઈ-પ્રોફાઈલ મામલામાં નેતાઓ, ઓફિસરો અને વેપારીઓને કથિત રીતે વીડિયો બનાવી બ્લેકમેઈલ કરવાનો આરોપ લગાવ્યો હતો. શ્વેતાનું નામ તે સમયે સૌથી વધુ ચર્ચામાં આવ્યું. પોલીસે ધરપકડ પણ કરી હતી અને લાંબા સમય સુધી આ કેસ હેડલાઈનમાં રહ્યો હતો. બાદમાં માનવ તસ્કરી જેવા મામલામાં કોર્ટમાં રાહત પણ મળી હતી. શ્વેતા મૂળ મધ્યપ્રદેશ સાથે સંકળાયેલી છે.

હવે આ વર્ષે ફરી તેનું નામ સામે આવ્યું છે. આ વખતે આરોપી સીધી રીતે એક વેપારી સાથે ગેરવસૂલી અને કથિત રીતે બ્લેકમેલિંગ નેટવર્ક સાથે સંકળાયેલ છે. ઈન્દોર પોલીસની  ટીમે ભોપાલના મિનાલ વિસ્તારમાં દરોડા પાડી શ્વેતાની ધરપકડ કરી. હાલ તેની  પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે, આ મામલો માત્ર કેટલાક લોકો સાથે ગેરવસૂલી સુધી સીમિત નથી. પરંતુ તેની પાછળ એક મોટું નેટવર્ક હોય શકે છે.

આ કેસમાં રસપ્રદ પેટર્ન આવી સામે

 

આ કેસમાં એક રસપ્રદ પેટર્ન પણ સામે આવી છે. જેની શરૂઆત એક જાણીતાથી થાય છે, પછી બિઝનેસ પાર્ટનરશીપ ઓફર કરવામાં આવે છે. તે બાદ દબાણ અને પછી ધમકી. અને અંતે કથિત રીતે ફોટો-વીડિયો દ્વારા બ્લેકમેઈલનો ભય. પોલીસ આ સામાન્ય મારપીટ અથવા વસૂલીનો કેસ માની રહી નથી. થાના અયોધ્યાનગર સ્ટેશન પ્રભારી મહેશ લિલ્હારેનું કહેવું છે કે, ઈન્દોર પોલીસની ટીમે ભોપાલ પહોંચી મિનાલ વિસ્તારમાંથી શ્વેતા જૈનની ધરપકડ કરવામાં આવી. પોલીસ હવે તેની પૂછપરછ કરવામાં લાગી છે અને કથિત બ્લેકમેઈલિંગ અને હનિટ્રેપ નેટવર્કમાં તેની શું ભુમિકા રહી છે. ક્રાઈમ બ્રાંચનું માનવું છે કે, મામલામાં અન્ય કેટલાક લોકો સંકળાયેલા હોવાનું સામે આવી શકે છે. પોલીસ મોબાઈલ ચેટ, કોલ રેકોર્ડ, સોશિયલ મીડિયા કનેક્શન અને આર્થિક લેણાદેણીની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : VIDEO : PM મોદીએ મેલોનીને આપી ‘Melody’ ટોફીની ગિફ્ટ

Back to top button