ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમને અમારી સેના પર ગર્વ છે: પાકિસ્તાન પર મિસાઈલ એટેક બાદ ગૃહમંત્રી અમિત શાહની પહેલી પ્રતિક્રિયા સામે આવી

Operation Sindoor: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની એક્સ પોસ્ટમાં ભારતનો પક્ષ રજૂ કર્યો છે. નરેન્દ્ર મોદી સરકારની પાકિસ્તાન માટે શું નીતિ હશે, તેના પર પણ અમિત શાહે સ્પષ્ટતા કરી દીધી છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે ભારત ડરનારા દેશોમાંથી નથી, તે દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે કટિબદ્ધ છે. તેની સાથે જ તેમણે કહ્યું કે, આતંકવાદને મૂળમાંથી ખતમ કરવાના મૂડમાં છે ભારત. તેમની આ પોસ્ટ ઓપરેશન સિંદૂર સફળ થવાના થોડા કલાક બાદ સામે આવી છે. ભારતીય સેનાએ મંગળવાર-બુધવારની રાતે 1.44 વાગ્યે જાહેરાત કરી કે તેમણે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના 9 ઠેકાણા ઉડાવી દીધા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહી આ વાત

ગૃહમંત્રી અમિત શાહે પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું છે કે અમને અમારા સશસ્ત્ર દળો પર ગર્વ છે. ઓપરેશન સિંદૂર પહલગામમાં અમારા નિર્દોશ ભાઈઓની ક્રૂર હત્યા પ્રત્યે ભારતની પ્રતિક્રિયા છે. મોદી સરકાર ભારત અને તેમના લોકો પર કોઈ પણ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે કટિબદ્ધ છે. ભારત આતંકવાદને મૂળમાંથી ખતમ કરવા માટે કટિબદ્ધ છે.

અમિત શાહની અગાઉની પોસ્ટ પાકિસ્તાન માટે ચેતવણી 

સોશિયલ મીડિયા પર શાહે કહ્યું કે તેમને દેશના સશસ્ત્ર દળો પર ગર્વ છે અને ભારત આતંકવાદને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે. ૨૨ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાનો બદલો લેવા માટે ભારતીય સશસ્ત્ર દળોએ મધ્યરાત્રિ પછી ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. આમાં ભારતે પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઠેકાણા લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના હતા. આ હુમલામાં પાકિસ્તાનને શું નુકસાન થયું તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા હશે. આ ઉપરાંત, આ સંબંધિત વધુ માહિતી સવારે 10.30 વાગ્યે યોજાનારી પ્રેસ બ્રીફિંગમાં આપવામાં આવશે, જેમાં ભારતીય સેના દ્વારા સંબોધન કરવામાં આવશે.

આ પણ વાંચો: Operation Sindoor: પહલગામ આતંકી હુમલાનો બદલો: જાણો કેમ ઓપરેશન સિંદૂર નામ અપાયું?

Back to top button