આ જગ્યાએ રાખવામાં આવ્યા છે 6 કરોડ ટાયર, જાણો કેમ કહેવાય છે ધરતીનું નરક

નવી દિલ્હી, 1 મે 2025: કોઇ પણ ગાડી મટે ટાયર જરૂરી છે. જ્યારે ટાયરની શોધ કરવામાં આવી ત્યારે કોઇએ એ નહી વિચાર્યુ નહી હોય કે તે અત્યંત આવશ્યક ચીજ બની જશે. જો આજેટાયર ન હોત તો શું થાત.પરંતુ શું તમે જાણો છો કે માણસોના કબ્રસ્તાનની જેમ ટાયરોનું પણ કબ્રસ્તાન છે. ચાલો આ શહેર ક્યુ છે તે જાણીએ.
ટાયરનું કબ્રસ્તાન કોને કહેવાય છે?
દુનિયામાં એક એવું શહેર છે જે કુદરતી ગેસ અને તેલના સંગ્રહ માટે જાણીતું છે. પરંતુ તે દુનિયામાં બીજા કારણોસર જાણીતું છે. તેને ટાયરનું કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે. સુલેબિયા ટાયર કબ્રસ્તાન કુવૈતના ઉત્તર ભાગમાં આવેલું છે. દેશભરમાંથી નકામા ટાયર લાવીને ત્યાં ફેંકી દેવામાં આવતા હતા. આમ લગભગ 20 વર્ષથી ત્યાં ટાયર લાવવામાં આવી રહ્યા છે. આ જ કારણ છે કે 2012થી 2020ની વચ્ચે આ સ્થળે આગની ત્રણ મોટી ઘટનાઓ બની છે.
કેટલા ટાયરનો ઢગલો થયો છે?
એક અહેવાલ મુજબ, કુવૈતમાં દર વર્ષે લાખો ટાયર બદલવામાં આવે છે. એટલા માટે તેઓ આ જગ્યાએ ભેગા થાય છે. દુનિયાભરમાંથી અહીં મોટી સંખ્યામાં ટાયર પણ આવે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, કુવૈતમાં 6 કરોડથી વધુ ટાયરનો ઢગલો છે. તે વિશ્વનું સૌથી મોટું ટાયર ડમ્પિંગ સ્થળ માનવામાં આવે છે. અહીં અલ-સુલેબિયા અને અલ-ઝહરામાં ટાયરના વિશાળ પર્વતો જોઈ શકાય છે. ટાયરના અયોગ્ય નિકાલને કારણે, તે ખુલ્લામાં છોડી દેવામાં આવે છે.
તેને દુનિયાનો નર્ક કહેવામાં આવે છે.
કુવૈતમાં ટાયર રિસાયક્લિંગ માટે કોઈ સિસ્ટમ નથી. પરંતુ કેટલાક દેશોમાં, નવી સામગ્રી બનાવવા માટે ટાયરને રિસાયકલ કરવામાં આવે છે, પરંતુ કુવૈતમાં આ સિસ્ટમ વિકસાવવામાં આવી નથી. ટાયરના યોગ્ય નિકાલ અંગે સરકાર તરફથી કડકાઈના અભાવે, ઘણા લોકો તેને રણમાં ફેંકી દે છે. જૂના ટાયર સળગાવવાને કારણે ત્યાંની હવા ઝેરી બની રહી છે. આ જ કારણ છે કે તેને પૃથ્વી પર નરક પણ કહેવામાં આવે છે.
આ પણ વાંચોઃ મુકેશ અંબાણી ફરી 100 અબજ ડોલર ક્લબમાં સામેલ, જાણો કેટલી થઇ નેટવર્થ












