ભારે કરી, દેશના પરિવહન મંત્રી પણ ટ્રાફિકમાં ફસાયા… તો આપણો શું વાંક?

- પૂનામાં ટનલનું નિરિક્ષણ કરવા ગયા પણ પહોંચી ન શક્યા
એચડી ન્યૂઝ ડેસ્ક, 24 જુન 2025: Puna, Transport Minister દેશના પરિવહન મંત્રી નીતિન ગડકરી સોમવારે પૂનામાં એક અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટનું નિરિક્ષણ કરવા નીકળ્યા હતા. પરંતુ નિયત સ્થળે પહોંચી ન શક્યા અને ટ્રાફિકના લીધે પરત જવાનો વારો આવ્યો હતો. એક અઠવાડિયાથી પૂનામાં ભારી વરસાદના લીધે ટ્રાફિક સહિતની સમસ્યા થાય છે.
જૂના શહેર વિસ્તારમાં બનવાની છે ટનલ
માધ્યમોના અહેવાલો અનુસાર, ગડકરી પૂનાના જૂના શહેર વિસ્તારમાં બની રહેલા શનિવાર વાડા અન્ડરગ્રાઉન્ડ ટનલ પ્રોજેક્ટનું નિરિક્ષણ કરવા નીકળ્યા હતા. ત્યાંના સ્થાનિક ધારાસભ્ય હેમંત રસાનેની ભલામણથી આ નિરિક્ષણ કરવા જવાનું નક્કી કરાયું હતું. અંદરના વિસ્તારના મુખ્ય ગેટ સુધીની મુલાકાત દરમિયાન ક્યાંથી પ્રોજેક્ટ શરૂ થવાનો છે તેની ચર્ચા પણ થવાની હતી.
ટનલનું નિરિક્ષણ અગત્યનું હતું
સતત વધી રહેલા ટ્રાફિકના લીધે નાગરિકોને વાહન વ્યવહારમાં સુવિધા મળી રહે તે માટે ટનલ જોવાનું નક્કી કરાયું હતું. આની વચ્ચે સ્થાનિક તંત્ર સાથે કોઇ ગેરસમજ પણ ઉભી થઇ હોવાનું મનાય છે. તેથી આ ટનલનું નિરિક્ષણ મહત્ત્વનું માનવામાં આવતું હતું
શા માટે આ ટનલ મહત્ત્વની છે?
સરકારની યોજના અનુસાર બે સુરંગ આધારિત ટનલ બનાવવામાં આવે. જેમાં વાડાથી સ્વારગેટ અને બીજી સારસબાગથી શનિવાર વાડા સુધી ટનલ તૈયાર કરાશે. આ ટનલના લીધે લોકો શિવાજીરોડથી બાજીરાવ રોડ સુધીના ટ્રાફિકથી બચી શકશે. હાલમાં શનિવાર વાડાથી સ્વારગેટ સુધી જામ થાય છે અને બાજીરાવ રોડ ઉપર પણ ટ્રાફિક થાય છે.
આ પણ વાંચો: ક્રિકેટ જગતમાં શોકની લહેર: હાર્ટ એટેકના કારણે પૂર્વ ભારતીય ક્રિકેટરનું લંડનમાં નિધન થયું
આ પણ વાંચો: ઇરાન-ઇરાકના યુદ્ધની વચ્ચે Goldman Sachsની ચેતવણી, ઓઇલ માટે તરસશે આખી દુનિયા












