અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વરસાદે ડાંગને ફરી કર્યું જળબંબાકાર, જાણો રાજ્યના છેલ્લા 24 કલાકના આંકડા

અમદાવાદ, તા. 23 સપ્ટેમ્બર, 2025: આજે બીજું નોરતું છે ત્યારે હવામાન વિભાગની આગાહીએ ખેલૈયાઓની ચિંતા વધારી છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં 28 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે. સુરત અને તાપીમાં પણ મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથેની આગાહી છે. જ્યારે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, ભાવનગર અને અમરેલીમાં હળવા વરસાદ અને વીજળી પડવાની ઓછી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 24 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ મધ્ય પ્રદેશ થઈ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતાઓ રહેશે. આ સિસ્ટમના કારણે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં કોઈ ભાગોમાં ચાર ઇંચ તો કેટલાક ભાગોમાં 6 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેશે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. ડાંગ આહવમાં સૌથી વધુ 4.61 ઇંચ, મહુવામાં 3.03 ઇંચ, પલસાણામાં 2.87 ઇંચ, સુબીરમાં 2.36 ઇંચ, ધરમપુરમાં 2.24 ઇંચ, કપરાડામાં 2.13 ઇંચ, ઉમરપાડામાં 1.93 ઇંચ વરસાદ પડ્યો હતો.
ખેરગામમાં 1.57 ઇંચ, સાગબારમાં 1.46 ઇંચ, ભરૂચમાં 1.34 ઇંચ, વઘઈમાં 1.26 ઇંચ, વાપીમાં 1.02 ઇંચ, સોનગઢમાં 1.02 ઇંચ, સુરતના મહુવામાં 0.98 ઇંચ, ખંભાળીયામાં 0.87 ઇંચ, ઉમરગાવંમાં 0.71 ઇંચ, વાંસદામાં 0.67 ઇંચ, વ્યારામાં 0.67 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 28 તાલુકામાં અડધા ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.

Back to top button