ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

નવરાત્રિ બે દિવસે પહેલા જ અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ

  • અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ
  • હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ
  • ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા

અમદાવાદ:- નવરાત્રિના બે દિવસ પહેલા જ આગાહી પ્રમાણ અમદાવાદમાં બપોરે અચાનક વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતાં. અમદાવાદના ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહત્વની વાત એ છે કે, અચાનક આજે વાતાવરણમાં બદલો જોવા મળ્યો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે બપોરે અમદાવાદના અનેક વિસ્તારોમાં વીજળીન કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. એટલું જ નહીં વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આજે ગુજરાતમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદના કારણે ગરબા આયોજકોની ચિંતા વધી છે.

હવામાન વિભાગ દ્વારા આજથી 25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહિવત જોવા મળશે. ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે.

આગામી 4 દિવસ ગાજવીજ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહત્વની વાત એ છે કે, આજે અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નવરાત્રિના આયોજકો ટેન્શનમાં મુકાઈ ગયા છે. 

Back to top button