પીએમ મોદીની અપીલ બાદ હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો

harsh sanghvi cancels usa visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને અપીલ કરી હતી, જેમાં દેશવાસીઓને ઈંધણ બચાવવા, સોનું નહીં ખરીદવા અને બિનજરુરી પ્રવાસ ટાળવાની અપીલ કરી હતી. જેમાં એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવાની વાત પણ સામેલ હતી.
વડાપ્રધાનની આ અપીલની સીધી અને મોટી અસર ગુજરાતમાં જોવા મળી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનની વાતને શિરોમાન્ય ગણીને પોતાનો આગામી અમેરિકાનો પ્રવાસ તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે. આ સાથે જ તેમણે રાજ્યના નાગરિકોને પણ પીએમ મોદીની આ ઝુંબેશમાં પૂરો સહયોગ આપવા વિનંતી કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અહીં ઉલ્લેખનિય છે કે, આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અમેરિકામાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ (FOGAUSA) દ્વારા બીજા ગુજરાતી કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપવાના હતા. પરંતુ, પીએમ મોદીએ દેશના હિત માટે લોકોને 1 વર્ષ સુધી બિનજરૂરી વિદેશ યાત્રા ન કરવાની સલાહ આપી, જેના બીજા જ દિવસે હર્ષ સંઘવીએ પોતાનો આ પ્રવાસ કેન્સલ કરી દીધો છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે દેશની આર્થિક આત્મરક્ષા માટે પીએમ મોદીએ કરેલી તમામ અપીલોમાં ગુજરાતીઓએ પૂરો સાથ અને સહકાર આપવો જોઈએ.
આ પણ વાંચો: NEET પેપર લીકમાં મોટો ખુલાસો: 2 ભાઈઓએ 30 લાખમાં ડોક્ટર પાસેથી લીધું હતું પેપર, પછી દેશભરમાં લીક થયું











