ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

હરભજન સિંહ-શ્રીસંતના ‘થપ્પડ કાંડ’નો વીડિયો 17 વર્ષ બાદ સામે આવ્યો, VIDEO જોવા અહીં ક્લિક કરો

Harbhajan singh Sreesanth slap video: આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી કોન્ટ્રોવર્સીની વાત હોય અને તેમાં હરભજન સિંહ અને શ્રીસંતનો થપ્પડ કાંડ સામેલ ન હોય એવું તો બની જ ન શકે. આ ઘટના આઈપીએલની પહેલી સીઝન દરમ્યાન બની હતી. જ્યારે મુંબઈ ઈંડિયંસને પંજાબ કિંગ્સની સામે મોહાલીના મેદાન પર ભૂંડી હારનો સામનો કરવો પડ્યો હતો. 25 એપ્રિલ 2008ના રોજ થયેલી આ મેચમાં મુંબઈના કપ્તાન હરભજન સિંહ હતો. પંજાબે તેમને 66 રને હરાવ્યા હતા. મેચ ખતમ થયા બાદ કેમેરાએ શ્રીસંતને રડતા બતાવ્યો હતો. પછી જાણવા મળ્યું કે, હરભજન સિંહે શ્રીસંતને લાફો માર્યો હતો. પણ ક્યારેય આ થપ્પડનો વીડિયો કોઈએ જોયો નહોતો.

પણ આ ઘટનાનો વીડિયો હવે 17 વર્ષ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચાહકો આ વીડિયો જોઈને ખૂબ જ ચોંકી ગયા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેચ ખતમ થયા બાદ જ્યારે બંને ટીમોના ખેલાડી એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા છે, તો હરભજન સિંહે શ્રીસંતને લાફો મારી દીધો.

પહેલા થોડી સેકન્ડ શ્રીસંત સમજી ન શક્યો કે તેની સાથે શું થયું, પણ પછી જ્યારે બાકીના ખેલાડી બાજુમાં આવ્યા તો ગુસ્સામાં ભજ્જી તરફ આવવા લાગ્યા. પછી સાથી ખેલાડીઓએ મળીને મામલો શાંત કરાવ્યો.

આ થપ્પડ કાંડ બાદ હરભજન સિંહને આખી સીઝન માટે બેન કરી દેવામાં આવ્યો હતો અને તેના પર પાંચ વન ડે મેચ માટે પણ પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે હરભજન સિંહને આજે પણ આ વાતનો ખૂબ પછતાવો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ઈટાલીના પીએમ જોર્જિયા મેલોની ડીપફેકનો શિકાર થયા, પોર્ન પેજ પર ફોટો વાયરલ થયા

Back to top button