ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવે અને તેના પરિવારનો સમાજે બહિષ્કાર કર્યો, કોઈ પણ પ્રસંગમાં બોલાવશે નહીં

શિહોરી, 15 ડિસેમ્બર 2025: ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે દ્વારા ગુપચૂપ રીતે, નિકટવા વ્યક્તિઓની હાજરમાં સગાઇ વિધિ સંપન્ન કરવામાં આવી છે. કિંજલ દવેએ પોતાના જીવન સાથી તરીકે એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહની પસંદગી કરી છે. 6 ડિસેમ્બરના રોજ બંનેની સગાઇની તસ્વીરો-વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યા હતા. જે બાદ હવે આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે પાંચ પરગણા ઔદિચ્ય બ્રાહ્મ સમાજ લાલઘૂમ થયો છે. અને તાજેતરમાં મળેલી સમાજની બેઠકમાં લલિત સિંગર કિંજલ દવેના પરિવારને બહિષ્કૃત કરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે સામાજીક મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે.

તાજેતરમાં લોકપ્રિય સિંગર કિંજલ દવેએ લાંબા સમયના ડેટિંગ પાર્ટનર ધ્રુવિન શાહ જોડે સગાઇ કરી લીધી છે. આ સગાઇના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યા, ત્યારે તેની જાણ લોકોને થઇ હતી. આ ઘટના બાદ આંતરજ્ઞાતિય લગ્નના મુદ્દે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ લાલઘૂમ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં કાંકરેજના શિહોરી ખાતે મળેલી સમાજની બેઠકમાં આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.

કિંજલ દવેના પિતા લલિત દવે અને પ્રહ્લાદ જોષીને આજીવન સમાજની બહાર કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનાર સામે કડક પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ સમાજના કોઇ પણ પ્રસંગમાં તેમને નહીં આવકારવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સિડનીમાં આતંકી હુમલાનું પાકિસ્તાની કનેક્શન: લાહોરનો રહેવાસી નીકળ્યો શૂટર નવીદ અકરમ
Back to top button