ગુજરાતના 17 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે, હવામાન વિભાગની આગાહી

અમદાવાદ, 18 મે 2025: ગુજરાતમાં હવામાન ફરીથી પોતાનો મિજાજ બદલી રહ્યું છે. રાજ્યમાં ભીષણ ગરમી બાદ હવે વરસાદ થઈ રહ્યો છે. આ વરસાદે રાજ્યના લોકોને ગરમીથી રાહત આપવાનું કામ કર્યું છે. તાજેતરમાં રાજ્યના કેટલાય જિલ્લામાં ભારે વરસાદ થયો છે. આ દરમ્યાન હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી હતી કે ગુજરાતમાં એક અઠવાડીયા સુધી કમોસમી વરસાદ થશે. ગુજરાતમાંથી વાદળો હટવાની સાથે જ હવામાન વિભાગે ફરી એક વાર ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરી છે. આઈએમડીના જણાવ્યા અનુસાર, આજે ગુજરાતના 23 જિલ્લામામાં વરસાદની આશંકા વ્યક્ત કરી છે.
આ જિલ્લાઓમાં વરસાદ પડશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. તે જ સમયે, IMD ની આગાહી મુજબ, 18 મે ના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં વરસાદ અને ગાજવીજની પ્રબળ સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં વાવાઝોડાની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, 19 મે, 2025 ના રોજ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
શહેરોનું તાપમાન કેટલું રહેશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ભુજનું તાપમાન 38, નલિયામાં 35, કંડલા (પોર્ટ) 39, કંડલા (એરપોર્ટ) 41, અમરેલીમાં 39, ભાવનગરમાં 38, દ્વારકામાં 34, ઓખામાં 35, પોરબંદરમાં 34, રાજકોટમાં 39, રાજકોટમાં 39, 33 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં 42, મહુવામાં 34, કેશોદમાં 35, અમદાવાદમાં 39, ડીસામાં 39, ગાંધીનગરમાં 38, વલ્લભવિદ્યાનગરમાં 38, બરોડામાં 37, સુરતમાં 35 અને દમણમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો: News Headlines Today: આજના મહત્ત્વના સમાચાર ખાલી એક ક્લિક પર જાણો, આ રહ્યા આજના મુખ્ય સમાચાર












