ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત માથે મોટું સંકટ આવ્યું: 24 કલાકમાં વાવાઝોડું વિકરાળ સ્વરુપ લેશે, દ્વારકા અને પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો

અમદાવાદ, 04 ઓક્ટોબર 2025: ભારતીય હવામાન વિભાગ (IMD) એ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે ચક્રવાત ‘શક્તિ’ ની ચેતવણી જારી કરી છે, જેમાં 4 થી 7 ઓક્ટોબર દરમિયાન ભારેથી મધ્યમ ચક્રવાતની ચેતવણી આપવામાં આવી છે. આ શક્તિ વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ ખતરાને જોતા ગીર સોમનાથ જિલ્લાનું તંત્ર સજ્જ બન્યું છે અને માછીમારોને 6 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે, હાલ પવનની ગતિ 65-75 કિમી પ્રતિ કલાકની રહી છે અને 5 ઓક્ટોબર સુધી પવનની ગતિમાં વધારો થશે, સાથે સાથે પવનની ગતિ 110 કિમી પ્રતિ કલાક રહી શકે છે, 6-7 ઓક્ટોબરે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

દ્વારકાના દરિયામાં ખતરો

શક્તિશાળી આ વાવાઝોડાના કારણે દ્વારકાના અરબી સમુદ્રમાં શકિત વાવાઝોડાનો ખતરો જોવા મળ્યો છે, શક્તિ વાવાઝોડું દ્વારકાથી 240 મીટર અરબી સમુદ્રમાં દૂર છે અને દરિયાઇ વિસ્તારમાં માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી રહી છે, દ્વારકાના દરિયામાં ભારે પવન સાથે મોજા ઉછળ્યા છે અને વાવાઝોડાને પગલે દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે.

દરિયામાં કરંટ જોવા મળ્યો

અરબ સાગરમાં શક્તિ વાવાઝોડાની અસર પોરબંદરના સમુદ્રના સમુદ્રમાં જોવા મળી છે, પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો છે અને માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરાઈ છે. તા.4 થી 7 ઓક્ટોબર સુધી શક્તિ વાવાઝોડાની અસર દેખાઈ તેવી સંભાવના રહેલી છે, દરિયાઈ પટ્ટીના ગામોને એલર્ટ કરાયા છે. તંત્ર આ ખતરા માટે પહેલાથી તૈયારી કરી લીધી છે.

24 કલાકમાં વાવાઝોડાની ભયંકર અસર જોવા મળશે

ગુજરાત પર શક્તિ વાવાઝોડાના ખતરાનું સંકટ છે, 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આ વાવાઝોડું ત્રાટકી શકે છે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
Back to top button