આનંદો: આ વખતે ગુજરાતીઓ મન મુકીને ગરબા રમી શકશો, નવરાત્રિ પહેલા ચોમાસુ વિદાય લે તેવી શક્યતા!

અમદાવાદ, 12 સપ્ટેમ્બર 2025: નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે, ત્યારે ખેલૈયાઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સપ્તાહથી ગુજરાતમાંથી ચોમાસું તબક્કાવાર વિદાય લેવાનું શરૂ કરી શકે છે.
આગામી 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મઘ્યમ વરસાદ પડવાની સંભાવના
હાલ ન્યુટ્રલ અલનીનોની સ્થિતિ છે અને તેનાથી વિપરિત લા નીનાની પરિસ્થિતિ ચોમાસા પછી સર્જાવાની શક્યતા છે. હાલ ન્યુટ્રલ આઈઓડી (ભારતીય સમુદ્ર દ્વિધ્રુવ)ની સ્થિતિ કે જે ચોમાસા સહિત હવામાનને વ્યાપક અસર કરે છે તે પણ ન્યુટ્રલ છે, પરંતુ ચોમાસાના અંતે નબળી નકારાત્મક સ્થિતિની શક્યતા છે. જે સ્થિતિમાં એક સપ્તાહ પછી ગુજરાતમાં ચોમાસાની વિદાયનો પ્રારંભ થઈ શકે છે. એટલે કે નોર્મલ તારીખ 25 સપ્ટેમ્બર પહેલા ચોમાસુ વિદાય લે તેવી સંભાવના છે.
આજે ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આગામી પખવાડિયાના જારી કરાયેલા પૂર્વાનુમાન મૂજબ એક સપ્તાહના અંતે (17 સપ્ટેમ્બર સુધીમાં) દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાંથી નૈૠત્યનું ચોમાસુ પરત ખેંચાય તેવા સાનુકૂળ સંજોગો સર્જાવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરુઆત કચ્છથી થાય છે, છેલ્લે દક્ષિણ ગુજરાતથી વિદાય લે છે.
હવામાન વિભાગે ૧૪થી ૧૬ સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું ચલો એલર્ટ જાહેર કર્યું છે. ૧૪ સપ્ટેમ્બર સુધી, રાજ્યમાં ક્યાંક છૂટી છવાયેલો ધીમો વરસાદ જેવા મળી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના તમામ જિલ્લામાં આવતા ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ છૂટો છવાયેલો વરસાદ જેવા મળી શકે છે. ૧૪ સપ્ટેમ્બરઃ શનિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ, દાદારા અને નગર હવેલીમાં અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.
આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે. ૧૫ સપ્ટેમ્બરઃ રવિવારે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં ચલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ૧૬ સપ્ટેમ્બરઃ સોમવારે નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો: ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શપથ લેવડાવ્યા












