ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

TET-1 પાસ ઉમેદવારો માટે ખુશખબર, ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની ભરતી થશે

ગાંધીનગર, 01 એપ્રિલ 2026: ગુજરાત રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે મોટી ખુશખબર સામે આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યાસહાયકો (વર્ગ-3)ની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમય બાદ આવી રહેલી આ મહાભરતીને કારણે TET-1 પાસ કરેલા હજારો ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

15 એપ્રિલ, 2026થી ફોર્મ ભરી શકાશે

જાહેરાત ક્રમાંક 01/2026 મુજબ સમગ્ર ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે અને પારદર્શક પદ્ધતિથી હાથ ધરાશે. અરજી પ્રક્રિયા 15 એપ્રિલ, 2026ના રોજ સવારે 12:00 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ, 2026ના રોજ બપોરે 3:00 વાગ્યા સુધી રહેશે. ઉમેદવારો http://dpegujarat.in વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદા પહેલા જ અરજી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.

TET-1 પાસ ઉમેદવારો માટે તક

આ ભરતી ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે કરવામાં આવી રહી છે. યોગ્ય લાયકાત ધરાવતા અને TET-1 પાસ ઉમેદવારો માટે આ એક ઐતિહાસિક તક ગણાઈ રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા જલદી જ જિલ્લા પ્રમાણેની ખાલી જગ્યાઓ, રિઝર્વેશન અને મેરિટ આધારિત પસંદગી પ્રક્રિયાની વિગતવાર માહિતી પણ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: યુદ્ધની વચ્ચે ઈરાકમાં અમેરિકન મહિલા પત્રકારનું અપહરણ, એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ

Back to top button