
Lkhtar Viramgam Highway Accident: ગુજરાતમાં વધુ એક ભીષણ અકસ્માતની ઘટના બની છે, જેમાં 7 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી છે.
વહેલી સવારે બની અત્યંત કરુણ ઘટના
ગુજરાતના માર્ગ અકસ્માતો સતત ચિંતાજનક બની રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ માર્ગ પર આજે વહેલી સવારમાં એક અત્યંત કરુણ ઘટના બની હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક હચમચાવી નાખે તેવી અકસ્માતની ઘટના બની છે. લખતરના ભાસ્કરપરા ગામ નજીક ટ્રકે પગપાળા ચાલીને જતા શ્રદ્ધાળુઓને હડફેટે લેતા 7 લોકોના ઘટનાસ્થળે જે મોત થયા છે. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.
મૃતકોમાં પાંચ મહિલાનો સમાવેશ
રાજકોટ તરફથી ધાર્મિક શ્રદ્ધા સાથે સંઘ લઈને જતા ભરવાડ સમાજના યાત્રાળુઓ છારદ અને ભાસ્કરપરા વચ્ચે પહોંચ્યા ત્યારે પાછળથી આવેલા ટ્રકે તેમને કચડી નાખ્યા. આ દુર્ઘટનામાં પાંચ મહિલાઓ અને બે પુરુષો સહિત કુલ સાત લોકોના જીવ ગયા હતા. મૃતકોમાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિતના નામો સામે આવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે હાઈવે પર મોતની ચિચિયારીઓ ગૂંજી ઉઠી હતી. હાઈવે રક્તિરંજિત બન્યો હતો ઘટનાસ્થળે આક્રંદનો માહોલ સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટ્રકે અંદાજે દસ જેટલા લોકોને અડફેટે લીધા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં જ લખતર પોલીસની અને તંત્રની ટીમ ઝડપથી સ્થળ પર પહોંચી ગઈ હતી. તમામ મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં તપાસ માટે ખસેડવામાં આવ્યા છે. સાથે જ ભાગી ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરાઈ છે. આ દુર્ઘટનાથી ભરવાડ સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. એકસાથે અનેક જીવ ગુમાવતા પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સાથે જ માર્ગ સુરક્ષા અને બેદરકાર વાહનચાલન અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો: ‘હું આગામી લોકસભાની ચૂંટણી..’, ગુજરાતના ભાજપના સાંસદની મોટી જાહેરાત












