ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વાહનોમાં હાઈબીમવાળી LED લાઈટ લગાવીને નીકળતા હોવ તો ચેતી જજો, લાગશે મોટો દંડ

અમદાવાદ, 23 જાન્યુઆરી 2026: ગુજરાતમાં વાહનચાલકો માટે તાજેતરમાં મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં ગાડીઓમાં હાઈબીમ લાઈટ લગાવી ફરનારા વાહનચાલકોની મુશ્કેલીઓ વધવાની છે. આજથી એટલે કે 23 જાન્યુઆરીથી ગુજરાતમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવશે. જેમાં હાઈબીમવાલી લાઈટ લગાવનારને દંડ કરવામાં આવશે.

ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કમિશ્નરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વધારે રોશનીવાળી વ્હાઈટ LED લાઈટ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

અમદાવાદ RTO દ્વારા હાઈબીમ લાઈટને લઈને આજથી રાજ્યમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. હાઈબીમ લાઈટને લઈ RTO અમદાવાદના અધિકારી નીરવ બક્ષીએ જણાવ્યું કે, ફોર વ્હીલર પ્રોફેસર ડીલરોને સૂચના આપવામાં આવી છે. સ્ટાન્ડર્ડ અને લાઈટના બીમ એપ્રુવલ થયેલા છે, એ લોકો જ વેચાણ કરી શકશે. મંજૂરી વિનાના લાઈટ બિમનો ઉપયોગ કરાશે તો રોડ સેફ્ટી અંતર્ગત કાર્યવાહી કરાશે.

આવી લાઈટ રાખનારાઓે રોડ સેફ્ટી અંતર્ગત રૂ.1000 નું ચલણ આપવામાં આવશે. ગત વર્ષ 2024- 25માં કુલ 9.50 લાખના ચલણ ઇસ્યૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય, ટાઉનપ્લાનિંગ સ્કીમમાં હવે બિનખેતીની મંજૂરીમાંથી મુક્તિ મળશે

Back to top button