ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: ઘરેલું ગેસના બાટલામાંથી કોમર્શિયલ ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું

  • ટાઉન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી
  • તંત્રની ટીમે દુકાનમાંથી ગેસ રિફિલિંગના સાધનો જપ્ત કર્યા છે
  • કોમર્શિયલ ગેસના બાટલા સહિત આરોપીની ધરપકડ કરાઇ

ગુજરાતમાં ગરીબોને ઘરેલું ગેસના બાટલા મળતા નથી ત્યાં વિરમગામમાં જુમ્મા મસ્જિદ પાસે પોલીસની ટીમે દરોડા પાડીને ગેરકાયદેસર રીતે ઘરેલું ગેસમાંથી કોમર્શિયલ ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ પકડી પાડયું હતું. તંત્રની ટીમે દુકાનમાંથી ગેસ રિફિલિંગના સાધનો અને કુલ 12થી વધુ ઘરેલું અને કોમર્શિયલ ગેસના બાટલા સહિત આરોપીની ધરપકડ કરી હતી.

વિરમગામ ટાઉન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી

વિરમગામ ટાઉન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે જુમ્મા મસ્જિદ પાસે આવેલી મદાર ગેસ સવસની દુકાનમાં ગેરકાયદે રીતે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસના સિલિન્ડર રિફિલિંગનો ગોરખધંધો કરવામાં આવે છે અને કોમર્શિયલ તથા ઘરગથ્થુ ગેસના બાટલા ઊંચા ભાવે ગ્રાહકોને વેચાણ કરે છે.

ઇલેક્ટ્રીક વજન કાંટો, ગેસ રીફીલના સાધનો મળી કુલ રૂપિયા 42,711ના મુદ્દામાલ કબજે

બાતમીના આધારે પોલીસની ટીમે રેડ કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવતા વિરમગામ મામલતદાર તથા અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીને સ્થળ ઉપર પરીક્ષણ અર્થે બોલાવી તપાસ હાથ ધરી હતી. જેમાં ગેરકાયદે પ્રવૃત્તિ જણાતા ગેસની નાની મોટી 12થી વધુ બોટલો, ઇલેક્ટ્રીક વજન કાંટો, ગેસ રીફીલના સાધનો મળી કુલ રૂપિયા 42,711ના મુદ્દામાલ કબજે કરી આરોપી મહંમદ સોએબ ગુલામ મુસ્તુફા મદારને ઝડપી પાડી આવશ્યક ચીજ વસ્તુઓ અધિનિયમ મુજબ ગુનો નોંધી વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં ભાજપને મોટો ઝટકો, નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત 8 કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા

Back to top button