ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતને કેન્દ્રની ભેટ! 1000 મેગાવોટ વધારાની વીજળીની ખાતરી

Gujarart : રાજ્યમાં અચાનક ઊભી થયેલી વીજળીની ભારે માંગ અને ઉત્પાદનમાં ઘટાડાને પગલે તોળાઈ રહેલા વીજ સંકટને પહોંચી વળવા રાજ્ય સરકારે તાકીદનાં પગલાં ભર્યાં છે. પરિસ્થિતિની સમીક્ષા માટે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને વીજ વિતરણ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે એક કલાક સુધી મેરેથોન બેઠક યોજાઈ હતી. રાજ્યમાં મોટા પાયે પાવર કટ ટાળવા માટેની વ્યૂહરચના ઘડવામાં આવી હતી. ગુજરાત સરકારની સક્રિય રજૂઆત બાદ કેન્દ્ર સરકારે રાજ્યને ૧,૦૦૦ મેગાવોટ વધારાની વીજળી પૂરી પાડવાની સત્તાવાર ખાતરી આપી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગરમી, ખેતી અને તહેવારોને લીધે વીજ માંગ રેકોર્ડ સ્તરે

ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે બેઠક બાદ માહિતી આપતાં જણાવ્યું હતું કે, અલનીનોની પ્રતિકૂળ અસરને પગલે ગત વર્ષની સરખામણીએ તાપમાનમાં વધારો થતાં વીજ વપરાશમાં ભારે ઉછાળો આવ્યો છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન એરકન્ડિશનર સહિતના ઉપકરણોનો વપરાશ ખૂબ વધ્યો છે. ઉપરાંત વરસાદ ખેંચાતાં ખેતીના પિયત માટે અને નવરાત્રિ-દિવાળી જેવા તહેવારોને કારણે ઔદ્યોગિક એકમોમાં પાવર વપરાશ રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે.

પવન ઊર્જામાં 5000 મેગાવોટનો ઘટાડો અને કોલસાની તંગી

માંગ સામે પુરવઠાની ચેઈન ખોરવાવા પાછળનાં બે મુખ્ય કારણો સામે આવ્યાં છે: પવનની ગતિ ધીમી પડતાં વિન્ડ એનર્જી જનરેશનમાં આશરે 5000 મેગાવોટનો મોટો ઘટાડો નોંધાયો છે.  ઉત્તર પ્રદેશ અને બિહારમાં પ્રતિકૂળ હવામાનને કારણે ગુજરાતમાં રેલવે મારફતે આવતા કોલસાની સપ્લાય ખોરવાઈ છે. રાજ્યના થર્મલ પ્લાન્ટ્સમાં સામાન્ય રીતે 20થી 25 દિવસનો કોલસા સ્ટોક રહેતો હોય છે, જે ઘટી જતાં થર્મલ ઉત્પાદન પર દબાણ વધ્યું છે.

આ પણ વાંચો: ‘રામાયણમ્’ના ટ્રેલર લોન્ચમાં રણબીરનો રોયલ અંદાજ, ₹78 લાખની ઘડિયાળ બની આકર્ષણ

પરિસ્થિતિ થાળે પડતાં એક સપ્તાહ લાગશે, ઉદ્યોગોને સહયોગ કરવા અનુરોધ

રાજ્ય સરકારે થર્મલ પાવર, ન્યુક્લિયર પાવર, બેટરી સ્ટોરેજ સિસ્ટમ તેમજ અન્ય રાજ્યો પાસેથી પાવર એક્સચેન્જ મારફતે ખરીદી સુનિશ્ચિત કરી છે. કેન્દ્ર તરફથી 1000 મેગાવોટ વધારાની વીજળી મળવા છતાં માંગ અને પુરવઠાનું સંતુલન જળવાતાં હજુ આશરે એક સપ્તાહનો સમય લાગી શકે છે. પીક અવર્સ દરમિયાન ગ્રીડ સ્થિર રહે તે માટે ઊર્જા વિભાગે ઉદ્યોગોને સાંજના સમયે બિનજરૂરી વીજ વપરાશ મર્યાદિત રાખી સહયોગ આપવા વિનંતી કરી છે.

આ પણ વાંચો:ખાંડના ભાવ કાબૂમાં રાખવા સરકારનો મોટો નિર્ણય, ઇથેનોલ ખરીદી પર પ્રતિબંધ
Back to top button