Ahmedabad Rain : અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરેલા સવારે 6:00 કલાકથી 10:00 કલાક સુધીના વરસાદના આંકડા અનુસાર શહેરમાં માત્ર 4 કલાકમાં સરેરાશ 70.33 મીમી એટલે કે 2.77 ઈંચ મુશળધાર વરસાદ નોંધાયો છે.
સરખેજ અને નવરંગપુરામાં મેઘરાજાની જોરદાર બેટિંગ
શહેરમાં વરસાદનું સૌથી વધુ જોર સવારે 8:00 કલાકથી 9:00 કલાક વચ્ચે જોવા મળ્યું હતું, જ્યાં એક જ કલાકમાં સરેરાશ 45.48 મીમી વરસાદ વરસ્યો હતો. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ સરેરાશ 89.43 મીમી વરસાદ નોંધાયો છે. જેમાં સરખેજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સૌથી વધુ 5.2 ઈંચ, બાકરોલ ખાતે 4.3 ઈંચ અને સરખેજ ખાતે 98.50 મીમી વરસાદ નોંધાયો છે.
નવરંગપૂરામાં 4.29 ઈંચ વરસાદ નોંધાયો
આ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં સરેરાશ 84.50 મીમી વરસાદ પડ્યો છે. જેમાં નવરંગપુરામાં 4.29 ઈંચ, વાસણામાં 4.13 ઈંચ, ટાગોર કંટ્રોલ ખાતે 93 મીમી અને રાણીપમાં 77 મીમી વરસાદ વરસ્યો હતો. મધ્ય ઝોનમાં સરેરાશ 75.13 મીમી વરસાદ નોંધાયો, જેમાં કાલુપુરમાં 95 મીમી, દુધેશ્વરમાં 80 મીમી અને અસારવામાં 80 મીમી વરસાદ ખાબક્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ઝોનમાં સરેરાશ 74.57 મીમી વરસાદ
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સરેરાશ 74.57 મીમી વરસાદ નોંધાયો છે. જેમાં મેમનગરમાં 88 મીમી, ચાંદલોડિયામાં 81.50 મીમી, બોડકદેવમાં 76.00 મીમી અને ગોતામાં 76.50 મીમી વરસાદ વરસ્યો છે. દક્ષિણ ઝોનમાં સરેરાશ 71.38 મીમી વરસાદ પડ્યો છે, જેમાં લાંભામાં91.50 મીમી, ઈન્દ્રપુરીમાં69.00 મીમી અને મણિનગરમાં 68.00 મીમી વરસાદ થયો હતો.
પૂર્વ ઝોનમાં સરેરાશ 52.69 મીમી વરસાદ વરસ્યો છે, જેમાં વિરાટનગરમાં 63.50 મીમી, ચકુડિયામાં 62.00 મીમી અને વસ્ત્રાલમાં 56.50 મીમી વરસાદ નોંધાયો છે. ઉત્તર ઝોનમાં સરેરાશ 44.60 મીમી વરસાદ નોંધાયો છે, જેમાં મેમકોમાં 58.50 મીમી અને સરદારનગરમાં 58.00 મીમી વરસાદ પડ્યો હતો.
વાસણા બેરેજના 14 દરવાજા ખુલ્લા મુકાયા
ભારે વરસાદ અને ઉપરવાસથી પાણીની સતત આવકને પગલે વાસણા બેરેજના કુલ 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં 25 થી 29 નંબરના દરવાજા 3 ફૂટ અને 16 થી 24 નંબરના દરવાજા 2 ફૂટ સુધી ખોલીને સાબરમતી નદીમાં 21,976 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : તહેવારોમાં મુસાફરોને મોટી રાહત, ગુજરાતથી ઉત્તર ભારતની 18 સ્પેશિયલ ટ્રેનો લંબાવાઈ











