અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

RE-NEETને લઈને અમદાવાદ પોલીસનો અભેદ્ય બંદોબસ્ત, ડ્રોન દ્વારા રખાશે નજર

Ahmedabad News: આવતીકાલે 21મી જૂને દેશભરમાં નીટની પુર્નઃપરીક્ષા લેવાઈ રહી છે. ગુજરાતના 79 હજાર વિદ્યાર્થી સહિત દેશમાં 22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે

રી-નીટને લઈને અમદાવાદ પોલીસ તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદના 23 કેન્દ્રો પર 10445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 23 સેન્ટર આસપાસ વિસ્તારનું પોલીસ કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. પેપરને સેન્ટર પર પહોંચાડવા એસ્કોર્ટ અને પોલીસ બંદોબસ્ત અપાશે. NTAની ગાઈડલાઈન મુજબનો બંદોબસ્ત આપવામાં આવશે. 8 ડ્રોન દ્વારા કેન્દ્રો બહાર બાજ નજર રાખવામાં આવશે.

15 પોલીસ સ્ટેશન અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશન તહેનાત

મૂવિંગ નિર્ભયાના CCTVનો કેન્દ્ર બહાર ઉપયોગ થશે. 6 DCP, 15 PI સહિતનો સ્ટાફ ખડેપગે રહેશે. અમદાવાદના 15 પોલીસ સ્ટેશન અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તૈનાત કરાયો છે.

અગાઉ નીટની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરી બીજી વખત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના 23 જેટલા સેન્ટર પર 10 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ વખતની પરીક્ષામાં કોઇ ગડબડ ના થાય અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યુ છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ થશે

પોલીસ કંટ્રોલ રૂમમાંથી સેન્ટરની આસપાસના સીસીટીવીથી પર નજર રાખવામાં આવશે. અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચ ડ્રોન દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ દેખરેખ રાખવામાં આવશે. તેમજ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ખેડૂતો માટે સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, હવે સિંચાઈ માટે 8 ને બદલે મળશે સળંગ 10 કલાક વીજળી
Back to top button