ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: યાર્ડમાં મગફળીના ભાવ ઘટ્યા છતાં સિંગતેલમાં ભાવ વધારો

  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક બાજુ મગફળીની મોટા પ્રમાણમાં આવક
  • મગફળીનો અંદાજે 66 લાખ ટનનો મબલખ પાક ઉતર્યો છે
  • ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઇ અને સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક બાજુ મગફળીની મોટા પ્રમાણમાં આવક થઇ છે. જેમાં બીજી તરફ સિંગતેલના ભાવમાં પાંચ દિવસમાં 40 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે વરસાદના કારણે કાચા માલની અછતના પગલે ભાવ વધ્યાનું વેપારીઓને ઓઇલ મીલરોનું રટણ છે. પાંચ દિવસ પહેલા સિંગતેલના ભાવ રૂપિયા 2250 થી 2300 હતો. જેમાં આજે સિંગતેલનો ભાવ વધીને 2220 2340 થયો છે. ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઇ રહી છે તો બીજી તરફ સીંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થઇ રહ્યો છે.

મગફળીનો અંદાજે 66 લાખ ટનનો મબલખ પાક ઉતર્યો છે

ગુજરાતમાં આ વર્ષે 22 લાખ હેક્ટરમાં વિક્રમી વાવેતરના પગલે મગફળીનો અંદાજે 66 લાખ ટનનો મબલખ પાક ઉતર્યો છે. જેમાં ખેડૂતો હાલ માર્કેટમાં નીચા ભાવે મગફળી વેચી રહ્યા છે. મગફળીના ભાવમાં પ્રતિ મણ આશરે રૂપિયા. 100થી 150 જેટલો વધુ ઘટાડો થયો છે ત્યારે બીજી તરફ તેલલોબીએ રોજ રૂપિયા 10 લેખે ચાર દિવસમાં રૂપિયા 40નો કૃત્રિમ વધારો નફાખોરી માટે વધારી દીધો છે.

4 દિવસ પહેલા પ્રતિ મણ મગફળી રૂ.890થી 1300ના ભાવ ખેડૂતોને મળ્યા

રાજકોટ યાર્ડમાં 4 દિવસ પહેલા પ્રતિ મણ મગફળી રૂ.890થી 1300ના ભાવ ખેડૂતોને મળ્યા હતા. આ ભાવ ઘટીને રૂ. 721થી મહત્તમ રૂ.1250 સુધી થયા છે. આમ, મગફળી સસ્તી થવા સાથે સિંગતેલ સસ્તુ થવું જોઈએ તેના બદલે ઉલ્ટુ તેમાં 4 દિવસથી કોઈ દેખીતા પરિબળો વગર ભાવ વધારો ઝીંકાઈ રહ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં મગફળીના તૈયાર થયેલા પાક ઉપર જ્યાં સંગ્રવાની પુરતી સગવડ નથી ત્યાં મગફળીના પાથરા સતત વરસાદી માહૌલથી સડવા લાગ્યા છે. તે ઉપાડવા માટે મજુરનો ભાવ પણ વધી ગયો છે અને ડિઝલની મોંઘવારીથી થ્રેસરના ભાડા પણ વધ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત: શક્તિ વાવાઝોડા અંગે લેટેસ્ટ અપડેટ, ભારે વરસાદની IMDની આગાહી

Back to top button