બે રજા મૂકો અને દિવસનું મિનિ વેકેશનઃ 2028માં જુઓ રજાઓનું લિસ્ટ
Gujarat Government Holidays: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વર્ષ 2027 દરમિયાન રાજ્ય સરકારની કચેરીઓમાં પાળવાની જાહેર રજાઓનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ વર્ષ દરમિયાન કુલ 18 જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કર્મચારીઓ માટે વૈકલ્પિક રજાઓની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરેલા જાહેરનામામાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, મહાશિવરાત્રિ, રમઝાન ઈદ, ધૂળેટી, ગુડ ફ્રાઈડે, ચેટીચાંદ, ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી, મહાવીર જન્મકલ્યાણક, બકરી ઈદ, મોહરમ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, ગાંધી જયંતિ, દિવાળી અને નૂતન વર્ષ સહિતના મહત્વપૂર્ણ તહેવારોની રજાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વૈકલ્પિક રજાઓની પણ જાહેરાત
જાહેરનામામાં જાહેર રજાઓ ઉપરાંત કર્મચારીઓ માટે વૈકલ્પિક રજાઓની યાદી પણ આપવામાં આવી છે. તેમાં ભગવાન પરશુરામ જયંતિ, સ્વાતંત્ર્ય દિન, પારસી નૂતન વર્ષ, ઈદ-એ-મિલાદ, દશેરા અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ સહિતના તહેવારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ ફૂટબોલ જગતમાં એક યુગનો અંત: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધો સંન્યાસ
મુસ્લિમ તહેવારોની રજાઓ ચંદ્રદર્શનને આધીન
જાહેરનામા મુજબ બીજા અને ચોથા શનિવારે અથવા રવિવારે આવતી જાહેર રજાઓના બદલામાં અલગથી અન્ય દિવસે રજા આપવામાં આવશે નહીં. સાથે જ મુસ્લિમ તહેવારોની રજાઓ ચંદ્રદર્શનને આધીન રહેશે.
કર્મચારીઓ માટે મિનિ વેકેશનનું આયોજન
સરકારી કર્મચારીઓ જો રજાઓનું આયોજન યોગ્ય રીતે કરે તો વર્ષ દરમિયાન લાંબી રજાઓ (મિનિ વેકેશન)નો લાભ મેળવી શકે છે:
-
છ દિવસનું મિનિ વેકેશન: જો કર્મચારી સળંગ બે રજા ગોઠવે તો વર્ષમાં એક વખત 6 દિવસનું મિનિ વેકેશન મળશે, જ્યારે બે વખત 5 દિવસનું મિનિ વેકેશન મળી શકશે.
-
ચાર દિવસની રજા: આખા વર્ષમાં એક સપ્તાહમાં એક રજા મૂકવાથી સળંગ ચાર દિવસની રજા 3 વખત મળી શકે છે.
-
ત્રણ દિવસની રજા: એક સપ્તાહમાં એક રજા મૂકવાથી સળંગ ત્રણ દિવસની રજા 8 વખત મળી શકે છે.
આ પણ વાંચોઃ શું 10, 20 અને 50 નો પૂરવઠો ખાલી થઈ ગયો? RBI એ આપ્યો જવાબ












