LRD ઉમેદવારોની પ્રતીક્ષાનો અંત: લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 14 જૂને

Gujarat News: ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા અને લાંબા સમયથી તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા અંતર્ગત લેખિત પરીક્ષાની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી 14 જૂન, 2026ના રોજ આયોજિત કરવામાં આવશે.
6 જૂનથી ઓજસ (OJAS) પોર્ટલ પરથી મળશે કોલલેટર
ભરતી બોર્ડના જાહેરનામા ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ ઉમેદવારો પરીક્ષા માટેની પોતાની હોલ ટિકિટ એટલે કે કોલલેટર આગામી 6 જૂન, 2026થી ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોએ આ માટે રાજ્ય સરકારના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ ઓજસ (https://ojas.gujarat.gov.in) પર જઈને વિગતો સબમિટ કરવાની રહેશે. ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને સમયસર કોલલેટર ડાઉનલોડ કરી લેવા અને તેમાં આપેલી પરીક્ષા અંગેની તમામ જરૂરી સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી લેવા તાકીદ કરવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શારીરિક કસોટી બાદ હવે લેખિત પરીક્ષાનો જંગ
ઉલ્લેખનીય છે કે લોકરક્ષક દળ (LRD) ની આ ભરતી માટે રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર અરજીઓ કરી હતી. પ્રથમ તબક્કાની શારીરિક યોગ્યતા કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે બીજા અને નિર્ણાયક તબક્કા સમાન લેખિત પરીક્ષા યોજાવા જઈ રહી છે. પરીક્ષાની તારીખ જાહેર થતાં જ ઉમેદવારોમાં ઉત્સુકતા આવી છે.












