ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યો

Text To Speech
  • અનુજ પટેલ કેડી હોસ્પિટલમાં સારાવાર હેઠળ
  • CM ભૂપેન્દ્ર પટેલ પરિવાર સહિત હોસ્પિટલમાં હાજર
  • 2 કલાક સુધી ચાલ્યુ અનુજ પટેલનું ઓપરેશન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. જેમાં અનુજ પટેલ કેડી હોસ્પિટલમાં સારાવાર હેઠળ છે. તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરિવાર સહિત હોસ્પિટલમાં હાજર રહ્યાં છે. જેમાં 2 કલાક સુધી અનુજ પટેલનું ઓપરેશન ચાલ્યુ છે.

આ પણ વાંચો: ગુજરાત: એક હોટલનો રૂમબોય કૌભાંડોથી બન્યો કરોડપતિ

કેડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટ્રોક આવવાના કારણે તત્કાલ કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તત્કાલ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વૈષ્ણો દેવી નજીક આવેલી કેડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર તત્કાલ અસરથી ચાલુ કરી દેવામાં આવી છે. તથા અનુજ પટેલને બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે.

પિતા ભૂપેન્દ્ર પટેલ માટે ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો

અનુજ પટેલ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને તેઓ એન્જિનિયર છે. અનુજ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે. અનુજે પણ પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે. ગુજરાત વિધાનસભ્યની ચૂંટણી દરમિયાન અનુજે પરિવાર સાથે પિતા ભૂપેન્દ્ર પટેલ માટે ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો.

Back to top button