મોટા સમાચાર: ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ આજે જાહેર થશે, આ રીતે વિદ્યાર્થીઓ ચેક કરી શકશે

ગાંધીનગર, તા. 5 મે, 2025: ગુજરાતમાં બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. કેમ કે ગુજરાત બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં 4.23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ 12 ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ સવારે 10.30 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-૨૦૨૫ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જાહેર કરવામાં આવશે.@CMOGuj l @InfoGujarat l @PMOIndia
— Dr. Kuber Dindor (@kuberdindor) May 4, 2025
બોર્ડની વેબસાઇટ પરિણામ જાહેર થશે
ધોરણ 12 ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ સવારે 10.30 વાગ્યે બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. એટલું જ નહીં પરંતુ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલશો તો પણ તણે પરિણામ મેળવી શકશો. રાજ્યના શિક્ષણ પ્રધાન દ્વારા આની સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી.
પરિણામની જાહેરાત કરતા શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે લખ્યું હતું કે, ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તારીખ 05/05/2025 ના રોજ સવારે 10:30 કલાકે બોર્ડની સત્તાવાર વેબસાઇટજાહેર કરવામાં આવશે.
ઓનલાઈન આ રીતે પરિણામ કરો ચેક
- જીએસઈબીની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાઓ
- રિઝલ્ટ ટેબ સિલેક્ટ કરો
- તમારો છ આંકડાનો સીટ નંબર દાખલ કરો
- ગો બટન દબાવો
- પરિણામ દેખાશે
- ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ લઈ રાખો
આ પણ વાંચો: ગુજરાતના 7 જિલ્લામાં કડાકા ભડાકા સાથે કરા પડશે, જાણો આ અઠવાડીયું કેવું રહેશે હવામાન












