ગુજરાતના દાતાઓએ ભાજપને આપ્યું 308 કરોડનું દાન, એક જ વર્ષમાં રાજ્ય ત્રીજા ક્રમે, ADR રિપોર્ટમાં મોટો ખુલાસો

ADR Report: ગુજરાતના ઉદ્યોગપતિઓ અને વ્યક્તિઓએ ભાજપને એક વર્ષમાં જ 308.38 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના તાજેતરના રિપોર્ટ અનુસાર, નેશનલ પાર્ટીઓને મળેલા કુલ 6648.563 કરોડમાંથી ગુજરાત ત્રીજા ક્રમે છે અને તેમાંથી લગભગ 99.7% ભાજપને જ મળ્યું છે.
ADRના આ રિપોર્ટમાં (FY 2024-25) રૂ. 20,000થી વધુના દાનનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાંથી કુલ 309.177 કરોડનું દાન નેશનલ પાર્ટીઓને મળ્યું, જેમાંથી:
– ભાજપને: 308.38 કરોડ
– INCને: 0.696 કરોડ
– AAPને: 0.101 કરોડ
કોર્પોરેટ/બિઝનેસ હાઉસેસે ગુજરાતમાંથી 250.44 કરોડ (81%) આપ્યા, જ્યારે વ્યક્તિઓએ 57.55 કરોડ અને પાર્ટી યુનિટ્સે 1.032 કરોડ. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતના ઉદ્યોગો (ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ, કેમિકલ્સ વગેરે) ભાજપ માટે મોટા સપોર્ટર છે.
રાષ્ટ્રીય સ્તરે શું કહે છે રિપોર્ટ?
– કુલ દાન 161% વધ્યું (પાછલા વર્ષ કરતાં 4104 કરોડ વધુ).
– ભાજપનું દાન 171% વધ્યું (2243 કરોડથી 6074 કરોડ).
– પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ જેવા ટ્રસ્ટ્સે ભાજપને અબજો આપ્યા – એકલા આ ટ્રસ્ટે ભાજપને 2180 કરોડ આપ્યા.
– કોર્પોરેટ્સે રાષ્ટ્રીય સ્તરે 92% દાન આપ્યું, વ્યક્તિઓ માત્ર 7.6%.
ADRએ ચેતવણી પણ આપી છે કે, કેટલાક દાનમાં PAN, ચેક વિગતો કે સરનામું અધૂરું છે. ભાજપે 1656 દાનમાં અધૂરી વિગતો આપી છે. BSP 19 વર્ષથી કહી રહ્યું છે કે તેને 20 હજારથી વધુનું દાન જ નથી મળ્યું.
ગુજરાતનું સ્થાન કેમ મહત્ત્વનું?
પાછલા વર્ષે ગુજરાત બીજા ક્રમે હતું (404 કરોડ), આ વર્ષે ત્રીજા પર આવ્યું, પણ ભાજપ માટે ગુજરાત હજુ પણ ‘ગોલ્ડન સ્ટેટ’ જ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ગુજરાતના કોર્પોરેટ્સે દિલ્હી-મુંબઈ પછી સૌથી વધુ યોગદાન આપ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ADRના રિપોર્ટમાં સ્પષ્ટ છે કે, “રાજકીય ફંડિંગમાં પારદર્શિતા જરૂરી છે.” આ આંકડા વોટર્સને જણાવે છે કે કોણ કોના પર આધારિત છે. ગુજરાતના વ્યવસાયીઓનો આ પ્રેમ ભાજપની તાકાત વધારે છે, પણ શું તે લોકતંત્ર માટે સારું છે?
આ પણ વાંચો: Ahmedabad: એક કાર પર ₹40 લાખનો ટેક્સ! AMCએ વ્હીકલ ટેક્સમાંથી કરી અધધધ કમાણી












