અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના કોટેશ્વર રોડથી એરપોર્ટ વચ્ચે મેટ્રો દોડશે, 6 કિમીના નવા ફેઝને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

Ahmedabad News: અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદ મેટ્રો રેલના ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ફેઝ 2(A)ને મંજૂરી આપી દીધી છે. કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીના આ ફેઝની લંબાઈ 6 કિમીની હશે. જેમાં 4 એલિવેટેડ અને એક અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. ફેઝ 2(A) કાર્યરત થતાં, અમદાવાદ-ગાંધીનગર પાસે 77.63 કિમીનું સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે. ફેઝ 2(A) કોરિડોરમાં સ્ટેશનોના નામ આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર અને એરપોર્ટ છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 2,168 કરોડ છે.

મંજૂર થયેલા કોરિડોરનો રૂટ

આજે મંજૂર થયેલા રૂટમાં કોટેશ્વરથી લઈને એરપોર્ટ સુધીનો કોરિડોર છે. આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી, સરદાર નગર અને એરપોર્ટ. આમાં પાંચ સ્ટેશન હશે અને આ આખો રૂટ 6 કિલોમીટરનો છે.

Ahmedabad Metro Phase 2A Gets Cabinet Approval

એરપોર્ટ સુધી અવિરત કનેક્ટિવિટી

અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 2(A)માં આશરે 6.032 કિમીના નવા મેટ્રો કોરિડોરના વિકાસની પરિકલ્પના કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય એરપોર્ટ સુધી અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરીને અને હાલમાં કાર્યક્ષમ ટ્રાન્સપોર્ટ ફેસિલિટીનો અભાવ ધરાવતા મુખ્ય રહેણાંક અને વેપારી વિસ્તારોને જોડીને જાહેર પરિવહનને નોંધપાત્ર રીતે વધારવાનો છે.

શહેરીજનોને ટ્રાફિક્માં રાહત મળશે

મેટ્રો રેલ એક કાર્યક્ષમ વૈકલ્પિક માર્ગ પરિવહન તરીકે અને એરપોર્ટ સુધી મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણ તરીકે ફેઝ 2(A) સાથે અમદાવાદની અંદર પ્રભાવશાળી સાબિત થશે. રોડ ટ્રાફિકમાં ઘટાડો થવાથી વાહનોની અવરજવર સરળ બની શકે છે, મુસાફરીના સમયમાં ઘટાડો થઈ શકે છે, એકંદર માર્ગ સુરક્ષામાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચોઃ પ્રાંતિજમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી: પેટ્રોલ-ડિઝલના ભાવવધારા, મોંઘવારી, બેરોજગારી અને NEET પેપર લીક વિરુદ્ધ લોકોનો આક્રોશ
Back to top button