ગુજરાત: લો બોલો RTOમાં 14 વર્ષ જૂની જ કોમ્પ્યૂટર સિસ્ટમ

- સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સર્વરમાં ખામીઓ આવી રહી છે
- વાહનના કાચા અને પાકા લાઇસન્સના અરજદારોને પરત જવું પડયું
- લાઈસન્સ માટે વાપરવામાં આવતી સીસ્ટમ 2009માં વસવવામાં આવી હતી
ગુજરાતના શહેરોમાં RTOમાં 14 વર્ષ જૂની જ કોમ્પ્યૂટર સિસ્ટમ છે. જેમાં સતત આશ્વાસન છતાં પાંચ દિવસથી હજારો અરજદારોને ધક્કા પડે છે. પાકા લાઇસન્સ માટે કામ-ધંધો છોડી આવતાં લોકો કલાકો બેસી પાછા જાય છે. અધિકારીઓએ આશ્વાસન આપીને અરજદારોને પરત મોકલ્યા છે.
આ પણ વાંચો: 3 વર્ષમાં ગુજરાતના પાંચ લાખ ઘરો પર રૂફટોપ સોલાર લાગ્યા : ઊર્જા અને નાણા મંત્રી કનુ દેસાઈ
સર્વર બંધ રહેવાના લીધે વાહનના કાચા અને પાકા લાઇસન્સના અરજદારોને પરત જવું પડયું
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વાહનના લાઇસન્સની કામગીરી થતાં સારથિ સર્વરમાં ટેક્નિકલ એરર આવતાં એકાદ કલાક બાદ કામગીરી ઠપ થઈ ગઈ હતી. સર્વર બંધ રહેવાના લીધે વાહનના કાચા અને પાકા લાઇસન્સના અરજદારોને પરત જવું પડયું હતું. લાયસન્સ લેવા માટે લાઈનમાં બે કલાક સુધી બેસી રહેલા અરજદારોને પરત જવાનો વારો આવ્યો હતો તે વખતે અરજદારોએ અધિકારીઓ સામે બળાપો કાઢયો હતો કે એક સપ્તાહમાં બે થી ત્રણ દિવસ સર્વર બંધ રહે છે તો અમારે નોકરી ધંધો મુકીને કેટલા દિવસ ધક્કા ખાવા પડશે. જો કે, અધિકારીઓએ આશ્વાસન આપીને અરજદારોને પરત મોકલ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં પાકા કામના કેદીઓના દૈનિક વેતનમાં વધારો, ગૃહ વિભાગે લીધો નિર્ણય
સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સર્વરમાં ખામીઓ આવી રહી છે
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સર્વરમાં ખામીઓ આવવાને લીધે લાયસન્સ લેવા માટે આવનારને પરત જવાનો વારો આવી રહ્યો છે. સર્વરના લીધે એપોઇન્ટમેન્ટ હોવા છતાં જે લોકોના ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાયા નથી, તેવા વાહન ચાલકો ચાલુ સપ્તાહમાં કામકાજના દિવસોમાં એપોઇન્ટમેન્ટ વગર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવી શકે છે. આરટીઓના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ લાઈસન્સ માટે વાપરવામાં આવતી સીસ્ટમ 2009માં વસવવામાં આવી હતી અને આજે 2023ની સાલ ચાલી રહી છે એટલે જયા સુધી નવી સીસ્ટમ અને સોફટવેટ અપગ્રેડ કરવામાં નહીં આવે ત્યાં સુધી લાયસન્સમાં ધાધીયા થવાના છે.












