આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝવર્લ્ડ

ઘોર બેદરકારી : બ્રાઝીલમાં બંજી જમ્પિંગ દરમ્યાન દુર્ઘટના, દોરડું બાંધ્યા વગર 115 ફૂટ ઉંચાઈથી કૂદી મહિલા, થયું મોત

International News : આજકાલ લોકો સોશિયલ મીડિયા પર રીલ્સ અને વીડિયો જોયા પછી ઘણીવાત ખતરનાક સાહસ કરી બેસે છે, જે ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે બ્રાઝિલમાં તાજેતરમાં એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક એડવેન્ચર કંપનીની ઘોર બેદરકારીને કારણે 24 વર્ષીય યુવતીએ બંજી જમ્પિંગ દરમિયાન જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

 

હકીકતમાં, કંપનીની ઘોર બેદરકારીને કારણે, એક યુવતીને બંજી જમ્પિંગ સમયે સુરક્ષા દોરડું બાધ્યા વગર જ નીચે ફેંકી દેવામાં આવી હતી. જેના કારણે યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ભયાનક અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળેથી ભાગી રહેલા કંપનીના કર્મચારીઓની અટકાયત કરી હતી.

મામલો શું છે?

 

આ ઘટના બ્રાઝિલના પોન્ટે દો એસ્કેલેટો પર થયો હતો, જે સાઓ પાઉલો રાજ્યના લિમેરા અને કોર્ડેઇરોપોલિસ શહેરોને જોડે છે. આ પુલ તાજેતરમાં સાહસિકો અને પ્રવાસીઓ માટે એક પ્રિય સ્થળ બની ગયો હતો. જો કે, આ સ્થાન પર કોઈ સરકારી કે સત્તાવાર દેખરેખ કે સલામતી નિયમો નહોતા. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, મૃતક, મારિયા એડ્યુઆર્ડા રોડ્રિગ્સ ડી ફ્રીટાસે, ખતરનાક બંજી જમ્પ અને વિડિઓ રેકોર્ડિંગની વ્યવસ્થા કરવા માટે એન્ટ્રે કોર્ડાસ નામની ખાનગી કંપનીને આશરે $290 (આશરે રુપિયા 24,500) ચૂકવ્યા હતા. તે વિડિઓને યાદગાર તરીકે સાચવવા માંગતી હતી. યુવતીને ક્યાં ખબર હતી કે આ વીડિયો જ તેનો આખરી વીડિયો બની જશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ઘટના જોનારના જણાવ્યા મુજબ, તેના પહેલા ત્રણ અન્ય લોકો ઘટનાસ્થળેથી કૂદી ગયા હતા અને સુરક્ષિત રહ્યા હતા. જોકે, જ્યારે તેનો વારો આવ્યો, ત્યારે ક્રૂ સભ્યોએ સલામતીના નિયમોની સંપૂર્ણપણે અવગણના કરીને યુવતીને નીચે ધકેલતા પહેલા તેની સલામતી માટેનું દોરડું બંધાયેલું છે કે નહીં તે તપાસવાનું ભૂલી ગયા હતા.

યુવતીને બાંધ્યું ન હતું સલામતી દોરડું

 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તેના પહેલા ત્રણ અન્ય લોકો ઘટનાસ્થળેથી કૂદી પડ્યા હતા, જે બધા સુરક્ષિત રહ્યા. જો કે, જ્યારે તેનો વારો આવ્યો, ત્યારે ક્રૂ સભ્યોએ સલામતીના નિયમોની સંપૂર્ણ અવગણના કરી. તેઓ યુવતીને કૂદવાનો સંકેત આપતા અથવા તેને ધક્કો મારતા પહેલા તેનો સલામતી દોરડો યોગ્ય રીતે બંધાયેલો છે કે નહીં તે તપાસવાનું ભૂલી ગયા.

 

યુવતી પુલ પરથી કૂદી પડતાની સાથે જ, ત્યાં હાજર લોકોને તરત જ ખ્યાલ આવી ગયો કે તેના પગ કે શરીર સાથે કોઈ દોરડું જોડાયેલું નથી. છોકરી 35 મીટર (લગભગ 115 ફૂટ) સીધી નીચે પડી ગઈ. આ અકસ્માતથી ઘટનાસ્થળે હાજર સ્ટાફ ભયભીત થઈ ગયો. ત્યાં ઉપસ્થિતિ લોકોએ જણાવ્યું હતું કે, પોતાની ભૂલ સમજાતા, આરોપી પ્રશિક્ષકો અને સ્ટાફે ભાગવાનો પ્રયાસ કર્યો. જો કે, તેઓ ભાગી શકે તે પહેલાં, સ્થાનિક પોલીસે તેમને ઘેરી લીધા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો :  Explainer : ભારતીય ટીમને પણ મળી હતી ફિફા વર્લ્ડ કપમાં રમવાની તક, એક નિર્ણયથી સપનું રોળાયું

Back to top button