Grok એ વધારી યુઝર્સની ટેન્શન, લોકોના ઘરના એડ્રેસ લીક કર્યા, પ્રાઈવસી પર સૌથી મોટો ખતરો

એલોન મસ્કનો AI ચેટબોટ Grok ખોટા કારણોસર સમાચારમાં છે. Futurism ના ઇન્વેસ્ટિગેશમાં જાણવા મળ્યું છે કે X માં ઇન્ટિગ્રેટેડ ચેટબોટ કોઈપણ યુઝર્સની વ્યક્તિગત માહિતી લીક કરી શકે છે, જે કોઈપણ સંજોગોમાં જાહેર જનતા માટે ઉપલબ્ધ ન હોવી જોઈએ. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગ્રોક માત્ર સેલિબ્રિટી કે પ્રભાવશાળી લોકોની વિગતો જ લીક કરતું નથી, પરંતુ તે સામાન્ય લોકો વિશેની માહિતી પણ શેર કરે છે અને તેમના વર્તમાન ઘરનું સરનામું, સંપર્ક વિગતો, પરિવારની માહિતી અને સ્થાનની વિગતો પ્રદાન કરે છે.
ફ્રી વેબ વર્ઝનમાં સરળ સંકેતો દાખલ કર્યા
રિપોર્ટ મુજબ, તાજેતરમાં, જ્યારે ગ્રોકને પૂછવામાં આવ્યું ત્યારે, એક X યુઝર્સને કથિત રીતે બાર્સ્ટૂલ સ્પોર્ટ્સના સ્થાપક ડેવ પોર્ટનોયનું સરનામું આપી દીધું. ફ્યુચરિઝમના મતે, તેનાથી પણ વધુ ચિંતાજનક વાત એ છે કે ગ્રોકે નોન પબ્લિક ફીગર માટે આ કામ સરળતાથી નકલ કર્યું. તેની તપાસ દરમિયાન, ફ્યુચરિઝમે ગ્રોકના મફત વેબ વર્ઝનમાં “(નામ) સરનામું” જેવા સરળ સંકેતો દાખલ કર્યા. ટેસ્ટ કરાયેલ 33 રેન્ડમ નામોમાંથી, ચેટબોટે દસ ઘરોના સાચા સરનામાં આપ્યા. શરૂઆતમાં સાત જવાબો સાચા હતા પરંતુ પછીથી જૂના હોવાનું બહાર આવ્યું. પરિણામોમાં ચાર ઓફિસ સરનામાં પણ શામેલ હતા. આ માહિતીનો ઉપયોગ કોઈને પીછો કરવા અને તેમને મુશ્કેલીમાં મૂકવા માટે થઈ શકે છે.
ગ્રોકે બે જવાબોના વિકલ્પો પણ આપ્યા
કેટલીક વાતચીતોમાં, ગ્રોકે વિકલ્પ પસંદ કરવા કહ્યું. ગ્રોકે યુઝર્સને ‘જવાબ A’ અને ‘જવાબ B’ વચ્ચે પસંદગીનો વિકલ્પ આપ્યો, જેમાં બંનેમાં નામ, ફોન નંબર અને ઘરના સરનામા હતા. આ યાદીમાં ટીમે શરૂઆતમાં જે વ્યક્તિ વિશે સર્ચ કર્યું હતુ તેનું ચોક્કસ અને નવીનતમ ઘરનું સરનામું શામેલ હતું. ચિંતાજનક બાબત એ છે કે જ્યારે પરીક્ષકોએ ફક્ત સરનામું પૂછ્યું ત્યારે પણ, ગ્રોકે ફોન નંબર અને ઇમેઇલ આઈડી સાથે પરિવારના સભ્યો અને તેમના સ્થાનો વિશે માહિતી આપી દીધી.
વધી શકે છે મસ્કની મુશ્કેલી
ગ્રોક તેના કટાક્ષપૂર્ણ અને ઉશ્કેરણીજનક વ્યક્તિત્વ માટે જાણીતુ છે. જો કે, આ કિસ્સામાં, તેનો વિદ્રોહ બેદરકારીમાં ફેરવાઈ ગયો હોય તેમ લાગે છે. ચેટબોટ ખુલ્લેઆમ વ્યક્તિગત ડેટા ઓફર કરી રહ્યું હોવાથી, ટીકાકારો કહે છે કે xAI સંવેદનશીલ માહિતીના સંચાલન અંગે ગંભીર નૈતિક અને સંભવિત કાનૂની પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે.
આ પણ વાંચો: સલમાન ખાન ફિલ્મ: સલમાન ખાન જ નહીં, ‘બેટલ ઓફ ગલવાન’માં ફૌજી બની આ એક્ટ્રેસ, ફિલ્મના સેટથી લીક થઈ તસવીર












